ટ્રેન્ડિંગનેશનલ

દારુ પીને શર્ટ ઉતાર્યો પછી કાર પર ચડીને કર્યો ડાન્સ, વીડિયો વાયરલ

Text To Speech
  • પ્રયાગરાજ રેલવે સ્ટેશનના ગેટ નંબર 2ની આગળ કેટલાક અસામાજિક તત્વો મોડી રાત્રે મચાવી રહ્યા હતા ધમાલ
  • કપડા ઉતારીને યુવકો કરી રહ્યા હતા કાર પર ચડીને ડાન્સ, વીડિયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં

પ્રયાગરાજ, 13 એપ્રિલ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કારમાં સવાર કેટલાક યુવકો સનરૂફ ખોલીને એકબીજા પર દારૂ ઢોળી રહ્યા છે. બધા નશામાં છે અને આ હાલતમાં કારની છત પર ચડીને શર્ટ ઉતારીને ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન કોઈ વ્યક્તિએ તેમની હરકતો પોતાના મોબાઈલમાં કેદ કરી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી.

મળતી માહિતી મુજબ, વાયરલ વીડિયો પ્રયાગરાજ રેલવે સ્ટેશનના ગેટ નંબર 2નો છે. અહીં કેટલાક યુવકો કારની છત પર બેસીને દારુની પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન તમામ યુવકોએ પોતપોતાના શર્ટ ઉતારીને અર્ધ-નગ્ન અવસ્થામાં જામ ફેલાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, આ નશામાં ધૂત યુવકોએ સ્ટેશનની બહાર હંગામો મચાવ્યો હતો અને જાહેરમાં ડાન્સ પણ કર્યો હતો. અગાઉ આ તમામ યુવકો રસ્તામાં કારની છત પર બેઠેલા જોવા મળ્યા હતા.

વીડિયોમાં એકબીજાને દારૂથી નવડાવતા જોવા મળ્યા

રસ્તાની વચ્ચોવચ આ પ્રકારની હરકતો કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે નશામાં ધૂત યુવકો એકબીજા પર દારૂ ફેંકી રહ્યા છે. જાણે દારૂથી એકબીજાને નવડાવતા હોય. આ પછી આ યુવાનોએ હાથમાં દારૂની બોટલો રાખીને પાર્ટી કરતા જોવા મળ્યા હતા.

જાહેરમાં આ હરકત કરવા બદલ પોલીસે રુ. 24 હજાર 500નો દંડ ફટકાર્યો

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ શહેરમાં કલમ 144 લાગુ છે. આ બધાની વચ્ચે આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ કરી કાર્યવાહી કરી છે. વીડિયોના આધારે વાહન નંબર મેળવી. આ કાર નંબર ફતેહપુરનો હોવાનું કહેવાય છે. હવે આ યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરતા પ્રયાગરાજ કમિશનરેટના શાહગંજ પોલીસ સ્ટેશનની પોલીસે 24 હજાર 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને કાર જપ્ત કરી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભાજપના ઉમેદવાર પરમેશ્વર લાલ સૈની મહિલા શૌચાલયમાં ઘૂસ્યા, બહાર આવતા…. : Video થયો વાયરલ

Back to top button