E20 પછી હવે બાયોગેસ બ્લેન્ડિંગ, મોદી કેબિનેટે ‘ગોબરધન’ યોજનાને આપી મંજૂરી

Modi Cabinet Approves ‘Gobardhan’ Scheme: ગોબરધન’ (Galvanizing Organic Bio-Agro Resources Dhan) યોજના હેઠળ પશુઓના ગોબર, કૃષિ કચરો અને અન્ય જૈવિક કચરામાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) તૈયાર કરવામાં આવશે. આ ગેસને CNG અને PNG સાથે ભેળવીને ઘરગથ્થુ અને વાહનવ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવશે.
લોકોને શું થશે ફાયદો?
આ યોજના અમલમાં આવ્યા બાદ લોકોને LPG ઉપરાંત CNG, PNG અને બાયોગેસ જેવા વધુ વિકલ્પો મળશે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો જૈવિક કચરામાંથી પોતે પણ ગેસ તૈયાર કરી શકશે, જેના કારણે રસોઈ માટે પરંપરાગત ઈંધણ પરની નિર્ભરતા ઘટી શકે છે.
ખેડૂતો અને પર્યાવરણને પણ મળશે લાભ
ગોબર અને કૃષિ કચરાનો ઉપયોગ વધવાથી ખેડૂતોને વધારાની આવકનો માર્ગ મળશે. સાથે જ જૈવિક કચરાનું યોગ્ય સંચાલન થવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળશે. આ યોજના ગ્રીન એનર્જી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના સરકારના પ્રયાસોને પણ મજબૂત બનાવશે.
ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક પગલું
સરકારનો ઉદ્દેશ્ય આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડીને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સંસાધનોમાંથી સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન વધારવાનો છે. નિષ્ણાતોના મતે, ગોબરધન યોજના ઊર્જા સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચો : ઈરાન-અમેરિકાના તણાવ વચ્ચે નેતન્યાહૂએ પીએમ મોદી સાથે ફોન પર વાત કરી












