આરોગ્ય વિભાગના એડિશનલ સચિવ લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ, 9 એપ્રિલ 2025 : અમદાવાદમાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગીરીશ પરમાર લાંચ લેતા ACBના હાથે ઝડપાયા છે. ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માગી હતી ફરિયાદની તરફેણમાં કામગીરી કરવા લાંચ માગી હતી.લાંચની રકમ 15 લાખ સ્વીકારતા લાંચિયા અધિકારીને ACBએ ઝડપી પાડ્યા હતા.
આરોપી
01-દીનેશભાઇ પરમાર, અધીક સચીવ (તપાસ), વર્ગ-૧
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ
02-ગીરીશભાઇ જેઠાલાલ પારમાર (પ્રજાજન )
નિવૃત્ત ડીન,સરકારી ડેન્ટલ કોલેજ ,અસારવા, અમદાવાદ
બનાવનુ સ્થળ :
આરોપી નં-૨ નાં ઘરે, બ.નં.૮,અર્હમ સોસાયટી , શાહીબાગ અમદાવાદ
લાંચની માંગણીની રકમ
રૂ.3૦,૦૦,૦૦૦
લાંચ સ્વીકારેલ રકમ
રૂ.15,૦૦,૦૦૦/-
રીકવર કરેલ રકમ
રૂ.15,૦૦,૦૦૦/-
ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થઇ હતી
મળતી માહિતી અનુસાર. ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ નિભાવતા હતા. તે દરમિયાન તેઓએ આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે શીક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થઇ હતી. જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડૉકટરને પણ ફરજ મૌકુફ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડૉકટર સામે પ્રાથમિક તપાસ પણ શરૂ કરવામાં આવી હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024માં પૂરી કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025માં જમા કરાવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં તરફેણના કામે માંગી લાંચ
તે દરમિયાન આરોપી નં-૨ વચેટીયા એ ફરીયાદીનો સંપર્ક કરી ને ફરીયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરુધ્ધની પ્રાથમિક તપાસ નાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોપી નં-૧ સાથે મીટીંગ કરવા બોલાવેલ હતા. જેથી ફરીયાદી અને તેમના સાથી ડોકટર મીત્ર ગાંધીનગર ખાતે જઇ બન્ને આરોપીઓ ને રૂબરૂ માં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓ એ એકબીજા નાં મેળાપીપણા માં ફરીયાદી અને તેમના સાથી ડોકટર એમ બન્ને નાં રૂ.૩૦,૦૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ હતી, અને તે પૈકી રૂ.૧૫,૦૦,૦૦૦/- એડવાન્સ અને બાકી નાં ફરીયાદીનું કામ થઇ ગયા પછી આપવા નો વાયદો થયેલ હતો. ગીરીશભાઇ પરમાર વારંવાર ફોન કરીને પૈસાની માંગણી કરતા હતા. તે દરમિયાન ACBએ રંગે હાથે આરોપીઓને પકડી દેવામાં આવ્યા હતા.












