ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અદાણી પાવરના 2400 મેગાવોટ વીજ પ્રોજેક્ટને બિહાર સરકારની મંજૂરી

નવી દિલ્હી, 8 નવેમ્બર, 2025: બિહાર સરકારે કોમ્પીટીટર્સ ટેન્ડર પ્રોસેસ બાદ, 2,400 મેગાવોટની ભાગલપુર (પીરપૈંતી) તાપ વીજળીઘરનો કોન્ટ્રેક્ટ અદાણી પાવર લિમીટેડને આપી દીધો છે. આ કંપનીએ અન્ય ત્રણ દાવેદારોની તુલનામાં સૌથી ઓછી વીજળી દરની બીડ કરી હતી એવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

ટેન્ડર પ્રક્રિયાથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે અદાણી પાવરે આ પ્રોજેક્ટ માટે પ્રતિ યુનિટ રૂ.6.075ની બીડ કરી હતી, જે ટોરેન્ટ પાવર, JSW એનર્જી અને લલિતપુર પાવર જનરેશનની બીડ સામે સૌથી ઓછી છે. આ દરમાં પ્રતિ યુનિટ રૂ. 4.165નો ફિક્સ્ડ ચાર્જ અને પ્રતિ યુનિટ રૂ. 1.91નો ફ્યુઅલ ચાર્જ પણ શામેલ છે.

બિહાર સરકાર તેને સ્પર્ધાત્મક દર કહે છે

બિહાર સરકારે આને “અત્યંત સ્પર્ધાત્મક દર” તરીકે વર્ણવ્યું હતું, અને નોંધ્યું હતું કે મધ્યપ્રદેશમાં સમાન પ્રોજેક્ટ માટે તાજેતરમાં જ પ્રતિ યુનિટ રૂ. 4.222થી રૂ. 4.298ની બીડ લગાવવામાં આવી હતી. રાજ્ય સરકારે રાજ્યની વધતી જતી વીજળી માંગને પહોંચી વળવા માટે આ ખુલ્લું ટેન્ડર બહાર પાડ્યું હતું. એવો અંદાજ છે કે 2034-35 સુધીમાં રાજ્યની વીજળી માંગ બમણી થઈને 17,000 મેગાવોટથી વધુ થઈ જશે. ટોરેન્ટ પાવરે પ્રતિ યુનિટ રૂ. 6.145, લલિતપુર પાવરે પ્રતિ યુનિટ રૂ. 6.165 અને JSW એનર્જીએ પ્રતિ યુનિટ રૂ. 6.205ની બીડ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તમામ દરખાસ્તોનું મૂલ્યાંકન ઈ-બિડિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ થવાની ધારણા છે, જેનાથી રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ અને રોજગારમાં નોંધપાત્ર વધારો થશે. જોકે, રાજ્ય વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અદાણી ગ્રુપ કંપનીને આ પાવર પ્રોજેક્ટ ફાળવવાથી રાજકીય વિવાદ થયો છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે બિહારમાં “વીજ ખરીદી કૌભાંડ”નો આરોપ લગાવ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “બિહારમાં અદાણી ગ્રુપને ખાસ છૂટછાટો આપવામાં આવી રહી છે.

6 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે વીજળી ખરીદવાનો પ્રસ્તાવ ગરીબ અને મધ્યમ વર્ગના પૈસા મોદીના નજીકના ઉદ્યોગપતિઓ તરફ વાળવા જેવો છે.” જોકે, સૂત્રોએ પ્રોજેક્ટ ફાળવણી અંગેના આ આરોપોને ફગાવતા કહ્યું હતું કે ઉત્પાદન ખર્ચમાં તાજેતરમાં વધારો થયો હોવા છતાં પ્રતિ યુનિટ રૂ. 6,075નો દર સ્પર્ધાત્મક હતો અને અદાણી પાવરને કોઈ છૂટ આપવામાં આવી ન હતી.

આ પણ વાંચોઃ વિકાસ જરૂરી, પરંતુ નાણાંકીય સ્થિરતા સાથે કોઇ સમાધાન નહીઃ RBI ગવર્નર

Back to top button