ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

મુંબઈ ક્લબમાં એક્ટ્રેસ પર હુમલો, દાંત તૂટ્યો અને આંખમાં સોજો જોઈને ચોંક્યા ફેન્સ

Actress attacked in Mumbai club:   મુંબઈમાં મોડલ અને એક્ટ્રેસ પ્રીત સિંહ સાથે થયેલી મારપીટની ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. રિયાલિટી શો Splitsvilla થી ઓળખ મેળવેલી પ્રીત સિંહે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે મુંબઈના એક ક્લબમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેમનો દાંત તૂટી ગયો હતો અને ચહેરા તેમજ આંખ પર ગંભીર ઈજા પહોંચી હતી.

પ્રીત સિંહે વીડિયોમાં પોતાના ચહેરા પર થયેલી ઈજાઓ બતાવી હતી. વીડિયોમાં તેમની આંખો સૂજી ગયેલી જોવા મળી રહી હતી અને ચહેરા પર મારપીટના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. વીડિયોની સાથે તેમણે લાંબી પોસ્ટ લખી પોતાની સાથે બનેલી ઘટના વિશે ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by preet❤️ (@preetsingh.fit)

તેમણે લખ્યું હતું કે, “હું હંમેશા સાંભળતી આવી છું કે મુંબઈ યુવતીઓ માટે સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે, પરંતુ મારા સાથે આવું બનશે એની ક્યારેય કલ્પના નહોતી કરી. હું મારી એક મિત્ર સાથે ક્લબમાં બેઠી હતી ત્યારે અચાનક એક યુવતી આવી અને બુમાબુમ કરવા લાગી. તેણે પૂછ્યું કે અમને અંદર આવવાની પરવાનગી કેવી રીતે મળી.”

પ્રીતે આગળ જણાવ્યું કે શરૂઆતમાં માત્ર બોલાચાલી થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં વાત ઝઘડામાં ફેરવાઈ ગઈ. ત્યારબાદ તે યુવતીનો એક મિત્ર વચ્ચે આવ્યો અને અચાનક હુમલો કરી દીધો. હુમલામાં પ્રીતનો દાંત તૂટી ગયો અને ચહેરો સૂજી ગયો.

આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ અને સેલિબ્રિટીઓએ ચિંતા વ્યક્ત કરી છે.ઉર્ફી જાવેદ એ કમેન્ટ કરીને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. સાથે જ ફાતિમા સના શેખ અને અહસાસ ચન્ના સહિત અનેક લોકોએ પણ પ્રીતને સપોર્ટ આપ્યો છે.

હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને ફેન્સ પ્રીત સિંહ જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો : મુંબઈ ક્લબમાં એક્ટ્રેસ પર હુમલો, દાંત તૂટ્યો અને આંખમાં સોજો જોઈને ચોંક્યા ફેન્સ

Back to top button