અમદાવાદગુજરાત

અમદાવાદમાં બેફામ બનેલ યુવકે લોકોને ધમકાવ્યા પીસીઆર વાનમાં કરી તોડફોડ

અમદાવાદ 28 ડિસેમ્બર 2025: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી ધર્મેશ્વર મહાદેવ રેલ્વે કોલોની પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવકે પોલીસ કંટ્રોલ રૂમ (પીસીઆર) વાનમાં પ્રવેશીને તોડફોડ મચાવી દીધી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભય અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો, જેના કારણે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

આરોપી યુવકનું નામ દિલીપ રાજપુત છે, જે આ જ વિસ્તારનો રહેવાસી છે. મળતી માહિતી મુજબ, દિલીપ રાજપુત હાથમાં લાકડું લઈને રસ્તા પર ફરતો હતો અને પસાર થતા લોકોને મારવાની ધમકીઓ આપી રહ્યો હતો. આ વર્તનથી ભયભીત થયેલા સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી. જાણ થતાં જ પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો.

જોકે, યુવકે અચાનક પીસીઆર વાનમાં પ્રવેશ કરીને અંદર તોડફોડ શરૂ કરી દીધી. વાનના કાચ તોડવા સહિત અન્ય સાધનોને નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કર્મચારીઓએ મુશ્કેલીથી યુવકને કાબૂમાં લીધો અને તેને અટકાયતમાં લીધો. આ ઘટનાની ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે, જેમાં સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને જાહેરમાં ધમકી આપવાના આરોપો લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  પહેલા પતિની તરફેણમાં બીજા પતિએ જુબાની આપતાં મુંબઈની મહિલા ઘરેલુ હિંસાનો કેસ હારી

Back to top button