ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

વાવના ઢીમા ગામની ગૌશાળામાં લાગી આગ, સેડમાં પેડેલો લાખોનો ઘાસચારો બળીને ખાખ

Text To Speech

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામમાં આવેલા ઢીમણનાગ મંદિર સંચાલિત ગૌશાળામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ વેલ્ડિંગની કામગીરી દરમિયાન લાગી હોવાનું જણાયુ હતું. વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ લાગવાથી ગૌશાળાના ગોડાઉનની અંદર પડેલો લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થયો હતો. અચાનક આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા થરાદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

bkhdnews-1

આગ કાબૂમાં આવી પરંતુ ઘાસચારો બળીને ખાક

આગ તો કાબૂમાં આવી ગઈ હતી પરંતુ ત્યા સુધીમાં સેડમાં પડેલો લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી રાહત કામગીરી શરૂ કરી હતી. પરંતુ જોતજોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનમાં રહેલા ઘાસચાળો બળીને ખાખ થઈ ગયો હતો. અહી ઉલ્લેખનીય છે કે આ આગ લાગતા ગોડાઉનનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો પરંતુ લોકોના કહેવા મુજબ દાદા ઢિમણનાગની કૃપાથી એક પણ ગૌ માતાને નુકશાન થયું નથી.

આ પણ વાંચો: પાટણ-શિહોરી હાઈવે પર ડમ્પર ચાલકએ બાઈકને ટક્કર મારતા 3નાં મોત

Back to top button