15 ઓગસ્ટકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

ભારત પાકિસ્તાનના છેવાડાના ગામ ખાવડામાં 5 કિ.મીની તિરંગા રેલીએ જમાવ્યું આકર્ષણ

ભુજ, 12 ઓગસ્ટ 2025: Border area  ખાવડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 85 બટાલિયન સી કંપનીના નેજા હેઠળ ખાવડા ચોકથી કેમ્પ પરિસર સુધી એક વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. બટાલિયન કમાન્ડન્ટ  શિવ કુમારના નેતૃત્વમાં કાઢવામાં આવેલી તિરંગા યાત્રા સાયકલ અને ટુ-વ્હીલર પર લગભગ 5 કિલોમીટરનું અંતર કાપીને કેમ્પ પરિસરમાં પહોંચી હતી. આ રેલીએ ગ્રામીણ વિસ્તારમાં આકર્ષણ જમાવ્યું હતું અને દેશદાઝની ભાવના છવાઇ હતી.

bsf-HDNEWS

ગ્રામીણ વિસ્તાર ભારત માતા કી જયના નારાથી ગૂંજ્યો

બટાલિયનના સેકન્ડ કમાન્ડ ઓફિસર  વીરેન્દ્ર કુમાર યાદવ, એડજ્યુટન્ટ અખિલેશ દુબે, કંપની કમાન્ડર ઇન્સ્પેક્ટર અશોક કુમાર, ખાવડા સરકારી શાળાના આચાર્ય, શાળાના બાળકો, સ્થાનિક પોલીસ અને વિસ્તારના મહાનુભાવોએ ભાગ લીધો હતો. આ દરમિયાન સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને ‘ભારત માતા કી જય’થી ગુંજી ઉઠ્યો હતો. લોકોમાં દેશભક્તિ અને દેશના ગૌરવની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્યથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રને નવી ઊંચાઇ ઉપર લઇ જવાની નેમ

કમાન્ડન્ટ શિવ કુમારે જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રા ગૌરવ યાત્રાના રૂપમાં સંદેશ આપી રહી છે અને ઉપસ્થિત તમામ લોકોને રાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તેમની ફરજો નિભાવવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો: ઓહ! અમેરિકામાં H-1B વિઝાધારકોના બાળકોના અધિકારો છીનવાઈ શકે છે

આ પણ વાંચો: VIDEO: સ્વામિનારાયણ મંદિર, વિશ્રાંતિ ભુવનનું નારાયણ સરોવરમાં 14મીએ લોકાપર્ણ

Back to top button