મોટી ખુશખબર આવી: સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જશે, પગારમાં આવી શકે છે આટલો વધારો

નવી દિલ્હી: દિવાળી પહેલા કેન્દ્ર સરકારે પોતાની કર્મચારીઓને મોટી ગિફ્ટ આપવાનો પ્લાન બનાવી લીધો છે. સરકાર દિવાળી પહેલા જૂલાઈ 2025ના મોંઘવારી ભથ્થાને વધારી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, હાલમાં આ લોકોને 55 ટકા મોંઘવારી ભથ્થા મળે છે. જો વધારાની જાહેરાત થશે તો આ 3 ટકાથી વધીને 58 ટકા સુધી કરી દેવામાં આવશે.
50 લાખ કર્મચારીઓને જલસો પડી જશે
આ નિર્ણય લાગૂ થયા બાદ 50 લાખથી વધારે સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. સરકાર દર વર્ષે ડીએમાં 2 ટકાનો વધારો કરે છે. પહેલો વધારો જાન્યુઆરી અને બીજો જૂલાઈથી લાગૂ થાય છે. આ વર્ષે પહેલો વધારો થઈ ચુક્યો છે અને જૂલાઈમાં હજુ સુધી વધારો થયો નથી. આવા સમયે અટકળો છે કે વધારો દિવાળીની આજુબાજુમાં થઈ શકે છે.
3 ટકા સુધી વધશે ડીએ
સવાલ એ છે કે આખરે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કેમ થઈ રહ્યો છે. હકીકતમાં સરકાર ટૂંક સમયમાં 8મું પગારપંચ શરુ કરવાની છે. આ અગાઉ સાતમા પગારપંચને એક્ટિવ કરી રહી છે. આ વર્ષે મોંઘવારીમાં કમી આવી છે, એટલા માટે અટકળો લગાવવામાં આવી રહી છે કે વધારો 3 ટકા સુધી થઈ શકે છે.
શું છે ડીએની ગણતરી
આ કામ માટે સરકાર દર મહિને CPI-IWના આધાર પર જોવે છે કે મોંઘવારી કેટલી વધી છે. મોંઘવારી છે તો ડીએ હાઈકની ટકાવારી એ હિસાબથી નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો CPI-IW અનુસાર, છેલ્લા 6 મહિનામાં મોંઘવારી 5 ટકા વધી છે, તો સરકાર 5 ટકા ડીએ વધારશે.
કેટલી વધશે સેલરી
જો 3 ટકા મોંઘવારી ભથ્થું વધશે તો એન્ટ્રી લેવલ કર્મચારીને બેસિક સેલરી મળશે, સાથે દર વર્ષે 6480 રુપિયા વધારે મળશે. જો કોઈનો પગાર 18000 છે, તો પહેલા તેને વધારાના મોંઘવારી ભથ્થાના 9900 રુપિયા મળતા હતા, જે હવે વધીને 10440 રુપિયા સુધી થઈ જશે.
આ પણ વાંચો: કોણ છે ગુજરાતના મણિબેન? જેમણે એક વર્ષમાં વેચ્યું 1.94 કરોડ રુપિયાનું દૂધ, જાણો હવે આગળ શું છે તેમનો પ્લાન












