કોણ છે ગુજરાતના મણિબેન? જેમણે એક વર્ષમાં વેચ્યું 1.94 કરોડ રુપિયાનું દૂધ, જાણો હવે આગળ શું છે તેમનો પ્લાન

બનાસકાંઠા: ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલની દુનિયાભરમાં ધાક છે. અમૂલ સાથે રાજ્યમાં 10 દૂધ ડેરી જોડાયેલી છે. આ ડેરીઓમાં લાખો પશુપાલકો દૂધ પહોંચાડે છે. ગુજરાતના સહકારિતા ક્ષેત્રમાં ક્રાંતિનો નવો ચહેરો મણીબેન બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી આવતા મણિબેને એક વર્ષમાં 1.94 કરોડ રુપિયાનું દૂધ વેચ્યું છે. નવા વર્ષમાં તેમણે 3 કરોડનું દૂધ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. મણિબેને અહીં ગાય ભેંસોની સંખ્યા 12થી વધારીને 230 થઈ ગઈ છે. તેમણે આ વર્ષે 100 નવી ભેંસો ખરીદીને દૂધ ઉત્પાદન અને વધારવાનો ટાર્ગેટ રાખ્યો છે.ગુજરાતની 16,000માંથી લગભગ 4150 સમિતિઓ મહિલાઓ દ્વારા સંચાલિત થાય છે. મણિબેન સહકારિતા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની નવી મિસાલ બનીને ઊભરી આવ્યા છે.
બનાસકાંઠામાં બીજું સ્થાન મળ્યું
મણિબેને વર્ષ 2024-25માં 1 કરોડ 94 લાખ રુપિયાનું દૂધ સંગ્રહિત કરી બનાસકાંઠા જિલ્લામાં બીજુ સ્થાન મેળવ્યું છે. હવે તેઓ આગામી વર્ષે 3 કરોડ રુપિયાનું દૂધ વેચવાની તૈયારી કરી રહ્યા છે. કાંકરેજ તાલુકાના કસરા ગામના 65 વર્ષિય મણિબેન જેસંગભાઈ ચૌધરી સ્થાનિક પટેલવાસ દૂગ્ધ ઉત્પાદક સહકારી મંડલીમાં દરરોજ 1100 લીટર દૂધ જમા કરાવે છે. વર્ષ 2024-25માં તેમણે કુલ 3 લાખ 47 હજારથી વધારે લીટર દૂધ જમા કરાવ્યું, જેની કિંમત 1 કરોડ 94 લાખ રુપિયાથી વધારે થાય છે. પોતાની આ સિદ્ધિના કારણે આ વર્ષે તેમને બનાસકાંઠા જિલ્લાનો શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી શ્રેણીમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. બનાસકાંઠાના બાદરપુરામાં આયોજીત સભામાં તેમણે આ સફળતા માટે સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.
નવા ટાર્ગેટ માટે 100 નવી ભેંસો ખરીદી
મણિબેન પોતાની આ સફળતાને નવી ઊંચાઈ પર લઈ જવા માગે છે. તેમના પરિવારમાં ત્રણ દિકરામાં સૌથી નાના વિપુલભાઈએ જણાવ્યું કે અમે બનાસ ડેરીમાંથી સમય સમય પર યોગ્ય માર્ગદર્શન મળી રહી છે અને અમે આ ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યા છીએ. વર્ષ 2011માં અમારી પાસે ખાલી 10થી 12 ગાય અને ભેંસ હતી, જેની સંખ્યા હવે વધીને 230 થી વધારે થઈ ગઈ છે. હાલમાં અમારી પાસે 140 ભેંસ, 90 ગાય અને 70 નાના વાછરડા છે. આ વર્ષે અમે 100 બીજી ભેંસો ખરીદી દૂધ ઉત્પાદન વધારવા માગીએ છીએ. વર્ષના અંત સુધીમાં અમે 3 કરોડથી વધારેનું દૂધ વેચવાની તૈયારી કરી રહ્યા છીએ. મણિબેનના પરિવારે ગાયો-ભેંસોની દેખરેખ માટે શેડની પણ વ્યવસ્થા કરી છે. તેમની પાસે બન્ની, મહેસાણી અને મુર્રા નસલની ભેંસો છે. સાથે જ એચએફ ગાયો ઉપરાંત ચાર દેશી કાંકરેજ નસલી ગાયો પણ છે.
આ પણ વાંચો: મહેસાણાનો ચોંકાવનારો કિસ્સો: પતિ પ્રત્યે વફાદારી સાબિત કરવા નણંદે ભાભીને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા












