ગુજરાત

અમદાવાદ RTO સર્કલ પાસે 66 KV હાઈટેન્શન વીજ વાયર પડ્યો, 5 લોકોને ઈજા

અમદાવાદમાં આવેલ આરટીઓ સર્કલ પાસે જાહેર રસ્તા ઉપર એક 66કેવી હાઈટેનશન તાર તૂટી રસ્તા પર પડ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 5 લોકોને ઈજાઓ થઈ હતી. જો કે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. તંત્ર દ્વારા તાત્કાલિક આ તારને રોડની સાઈડમાં કરી લોકોને સલામતીથી આવવા જવા માટે અપીલ પણ કરાઈ હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં આવેલ આરટીઓ સર્કલ પાસે ગત રવિવારના રોજ હાઈટેનશન વીજ વાયર જાહેર રસ્તાની વચ્ચે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ મળી રહી છે. જો કે કોઈ મોટી જાનહાનિ ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

એક પિતા પોતાની દિકરી સાથે ટુવ્હિલ પર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર આ વીજ વાયર પડતા તેઓ જમીન પર પટકાયા હતા. જમીન પર પટકાતા તેઓને ફેકચર થયું હતું. જેથી તેઓ હાલ સારવાર હેઠળ છે.

આ અંગેની જાણ તાત્કાલિક વીજ મથકમાં કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અને પાવર સપ્લાયને બંધ કરી દેવામાં આવ્યો હતો. વીજ પાવર બંધ કરી આ વાયરને રસ્તા ઉપરથી સાઈડમાં કરવામાં આવ્યો હતો.

જો કે, આ ઘટનામાં ભોગ બનનારાએ આ અંગેની ફરિયાદ રાણીપ પોલીસને કરી હતી. પોલીસે ફરિયાદીની રજૂઆતના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button