ટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

નવીન શિવકુમારે બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, હરવિંદર-વિજયે તીરંદાજીમાં મચાલી ધૂમ

Sports News : ભારતે એશિયન પેરા ગેમ્સ 2026માં પોતાનો 24મો ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરા શટલર નવીન શિવકુમારે ભારત માટે આ ગોલ્ડ મેડલ જીત્યો. તેમને પેરા બેડમિન્ટનની SL4 ઇવેન્ટની ફાઇનલમાં ઓલિમ્પિક મેડલ વિજેતા ફ્રેડી સેટિયાવાનને 21-9, 21-16 થી હરાવીને પોતાની જીત નોંધાવી. નવીન શિવકુમારની સુવર્ણ સિદ્ધિએ ભારતને 100 મેડલ જીતવાની એક ડગલું નજીક લાવી દીધું છે. નવીન શિવકુમારે એશિયન પેરા ગેમ્સ 2026માં પોતાનો બીજો મેડલ જીત્યો. અગાઉ, તેને મેન્સ ડબલ્સ SL3-SU5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

નવીન શિવકુમાર અને નીતેશે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવીન શિવકુમાર એશિયન પેરા ગેમ્સ 2026માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર બીજા બેડમિન્ટન ખેલાડી છે. આ પહેલા, નિતેશ કુમાર ભારત માટે ગોલ્ડ મેડલ લાવ્યા હતા. નિતેશ કુમારે SL3 ઇવેન્ટ ફાઇનલમાં પોતાના દેશબંધુ પ્રમોદ ભગતને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હરવિંદર અને વિજયની જોડીએ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો

હરવિંદર અને વિજયે પુરુષોની રિકર્વ ડબલ્સની ફાઇનલમાં યુન ડુઓ અને ઝાઓ લિક્સુની ચીની જોડીને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ ભારતનો 23મો ગોલ્ડ મેડલ હતો. હરવિંદરની વાત કરીએ તો, ડેન્ગ્યુની સારવારથી થતી ગૂંચવણોને કારણે તેણે પગની તાકાત ગુમાવી દીધી હતી. 2012 લંડન પેરાલિમ્પિક્સથી પ્રેરિત થઈને, તેણે તીરંદાજી શરૂ કરી. તેનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ 2017 પેરા આર્ચરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં થયું હતું, જ્યાં તે સાતમા સ્થાને રહ્યો હતો.

હરવિંદરે 2018માં મેળવી હતી પહેલી સિદ્ધી

તેની પહેલી મોટી સિદ્ધિ 2018 માં પેરા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને આવી હતી. હરવિંદરે ટોક્યોમાં ભારતનો પહેલો પેરાલિમ્પિક આર્ચરી મેડલ, બ્રોન્ઝ, જીતીને ઇતિહાસ રચ્યો હતો. બાદમાં તેણે પેરિસમાં આગામી પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતીને તેના મેડલની સંખ્યામાં સુધારો કર્યો. તેને 2025 માં પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : IND vs NZ: બીજી T20 પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! ઈશાન કિશન બહાર, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને મળી શકે છે મોટી તક

Back to top button