વિશેષ

ઓફિસ પહોંચતા જ બગલના ભાગે પસીનાના ડાઘ દેખાવા લાગે છે? અપનાવો આ 5 સ્માર્ટ ટ્રિક્સ, લોકો વચ્ચે શરમાવવું નહીં પડે

Underarm Sweat Marks: કાળઝાળ ગરમીની સીઝનમાં સેકન્ડોમાં જ આખું શરીર પસીનાથી રેબઝેબ થઈ જાય છે. ઉનાળામાં પરસેવો થવો એ બહુ નોર્મલ વાત છે, પણ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આ પસીનો તમારા ફેવરિટ શર્ટ કે ટોપ પર બગલના ભાગે (Underarms) જીદ્દી ડાઘ છોડવા લાગે છે. ઘણીવાર લોકો ઘરેથી મસ્ત તૈયાર થઈને નીકળે છે, પણ ઓફિસ પહોંચતા સુધીમાં તો કપડાં પર ગંદા ભીના નિશાન દેખાવા લાગે છે, જે ધીમે ધીમે પીળા કે સફેદ ડાઘમાં બદલાઈ જાય છે. આ ડાઘા તમારા આખા લુકને ખરાબ કરી નાખે છે.

જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા હોવ અને ઈચ્છતા હોવ કે ભયંકર ગરમીમાં પણ તમારા કપડાં એકદમ ફ્રેશ રહે, તો આ ન્યૂઝ તમારા કામના છે. કેટલીક નાની અને સરળ ટ્રિક્સ ફોલો કરીને તમે પસીનાના ડાઘાથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો.

1. અંડરઆર્મ સ્વેટ પેડ્સનો યુઝ કરો

જો તમને ખૂબ વધારે પસીનો વળતો હોય, તો માર્કેટમાં મળતા અંડરઆર્મ સ્વેટ પેડ્સ (Underarm Sweat Pads) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ નાના ડિસ્પોઝેબલ પેડ્સ કપડાની અંદરના ભાગે બગલ પાસે ચોંટાડવાના હોય છે. તે પરસેવાને કપડાં સુધી પહોંચતા પહેલાં જ સોષી લે છે, જેથી શર્ટ કે ટોપ પર ભીનાશ કે ડાઘ દેખાતા નથી.

2. બહુ વધારે ડિઓડરન્ટ કે રોલ-ઓન ન લગાવો

મોટાભાગના લોકો પસીનાની બદબૂથી બચવા માટે ખૂબ વધારે પ્રમાણમાં ડિઓડરન્ટ (Deodorant) કે રોલ-ઓન ઘસતા હોય છે. પરંતુ કેમિકલવાળા ડિઓડરન્ટ જ્યારે પરસેવા સાથે ભળે છે ત્યારે કપડાં પર પીળા ડાઘા પાડી દે છે. તેથી, ડિઓડરન્ટ હંમેશાં લિમિટમાં જ વાપરવું હિતાવહ છે.

3. અંદર કોટનનું ઇનર કે બનિયાન પહેરો

કપડાં પર પસીનો ડાયરેક્ટ ન લાગે તે માટે અંદર એક લેયર પહેરવું સ્માર્ટ આઈડિયા છે. તમારા મેઈન શર્ટની અંદર પાતળા કોટન (સુતરાઉ) ફેબ્રિકનું ઇનર કે બનિયાન પહેરવાથી પરસેવો અંદર જ સુકાઈ જાય છે અને તે બહારના કપડાં સુધી નથી પહોંચતો. આનાથી તમારું શર્ટ લાંબો સમય ફ્રેશ રહે છે.

4. કપડાંના ફેબ્રિકની યોગ્ય પસંદગી

ઉનાળામાં કૂલ રહેવા માટે સાચા કપડાં પસંદ કરવા ખૂબ જરૂરી છે. ગરમીમાં સિન્થેટિક કે નાયલોનના કપડાં પહેરવાનું બિલકુલ ટાળો. તેના બદલે કોટન (Cotton) અથવા લિનન જેવા હળવા અને બ્રીધેબલ કપડાં પહેરો, જેથી શરીરમાં હવા ઓન-ઓફ થતી રહે અને પરસેવો ઓછો વળે.

5. પરસેવાવાળા કપડાં તરત જ ધોઈ નાખો

ઘણા લોકો પસીનાવાળા કપડાંને બે-ત્રણ દિવસ સુધી લોન્ડ્રી બેગ કે ટોપલીમાં એમનેમ પડ્યા રાખે છે. આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. લાંબો સમય પડી રહેવાથી પસીનાના ડાઘા કપડાના રેસામાં ફિક્સ થઈ જાય છે, જે પછીથી નીકળતા નથી. તેથી, પરસેવાવાળા કપડાંને બને એટલી ઝડપથી ધોઈ નાખવા જોઈએ.

આ પણ વાંચોઃ આગાહી : રાજ્યમાં આગામી 7 દિવસમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહેશે, 26મે સુધીમાં કેરળમાં પહોંચશે ચોમાસુ

આ પણ વાંચોઃ GCAS પોર્ટલની ખામીઓથી વિદ્યાર્થીઓ પરેશાન, ABVPએ ગુજરાતભરમાં કર્યો વિરોધ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button