ગુજરાતટોપ ન્યૂઝ

આગાહી : રાજ્યમાં આગામી 7 દિવસમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહેશે, 26મે સુધીમાં કેરળમાં પહોંચશે ચોમાસુ

Forecast : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આ દરમ્યાન આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 7 દિવસ દરમ્યાન ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ રહેશે. તેમજ દક્ષિણ-પશ્વિમ ચોમાસુ પણ આગળ વધી રહ્યું છે તેથી 5-6 દિવસમાં તે કેરળમાં પહોંચે તેવી  શક્યતા છે.

હવામાન વિભાગે કરી આ આગાહી

 

હવામાન વિભાગની આગાહી અનુસાર, 21 મે 2026ને ગુરુવારથી આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા હાલ જણાતી નથી. જેથી 3-4 દિવસથી જે પ્રકારની ગરમી અને ઉકળાટ અનુભવાઇ રહ્યો છે. તેવો જ ઉકળાટ અને ગરમી હજી સાત દિવસ રહેવાનું અનુમાન છે. તેમજ 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેથી વધુ રહી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

26 મે સુધીમાં કેરળમાં પહોંચશે ચોમાસુ

 

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 26 મે સુધીમાં કેરળના તટ પર પહોંચવાની શક્યતા છે, તેમજ આગામી 3-4 દિવસ દરમિયાન અરબી સમુદ્ર, બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ ભાગો અને આંદામાન સમુદ્રના બાકીના વિસ્તારોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે હવામાનની સ્થિતિ અત્યંત સાનુકૂળ છે. હાલમાં ચોમાસાની ઉત્તરીય સીમા 6°N/70°E થી 17.5°N/98°E ના વિવિધ ભૌગોલિક બિંદુઓ પરથી પસાર થઈ રહી છે, જે આ વર્ષે વર્ષાઋતુના સુવ્યવસ્થિત આગમનનો સંકેત આપે છે. નોંધનિય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ 43.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સમગ્ર પ્રદેશનું સૌથી ગરમ શહેર છે.

આ પણ વાંચો : GCAS પોર્ટલની ખામીઓથી વિદ્યાર્થીઓ પરેશાન, ABVPએ ગુજરાતભરમાં કર્યો વિરોધ

Back to top button