આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

આજે ભારતની 444 ફ્લાઈટ્સ રદ્દ, અમદાવાદથી દુબઈની તમામ ફ્લાઈટ્સ રદ્દ, અનેક એરપોર્ટ પર ગુજરાતીઓ ફસાયા

Iran-US/Israel War: અમેરિકા અને ઇઝરાયલી લશ્કરી હુમલા બાદ, ઈરાન સહિત 11 દેશોએ પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે, જેના કારણે ભારત જતી 850 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. બેહરિન સહિતના એરપોર્ટ પર ગુજરાતી પ્રવાસી ફસાયા છે. દુબઇ સહિતના એરપોર્ટ પર પ્રવાસી ફસાયા હોવાના અહેવાલ છે. ગુજરાતના વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદના કેટલાક લોકો પણ યુદ્ધના કારણે દુબઇ અને બેહરીન એરપોર્ટ પર ફસાયા છે. વડોદરાના 500થી વધુ લોકો ઉમરામાં ફસાયા છે. જેદ્દાહ એરપોર્ટ પર પણ વડોદરાના 52 પ્રવાસી અટવાયા છે. દુબઈ અને બહેરીન એરપોર્ટ પર પણ વડોદરાના અનેક લોકો ફસાયેલા છે.

વૈશ્વિક સ્તરે હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી, જેના કારણે લાખો મુસાફરો અટવાઈ ગયા હતા. ભારતમાં, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તાત્કાલિક કાર્યવાહી કરી અને ભારતીય એરલાઇન્સને 2 માર્ચ સુધી 11 દેશો (ઈરાન, ઇઝરાયલ, લેબનોન, UAE, સાઉદી અરેબિયા, બહેરીન, ઓમાન, ઇરાક, જોર્ડન, કુવૈત અને કતાર) ના એરસ્પેસ ટાળવાની સલાહ આપી. આ સલાહને અનુસરીને, ઇન્ડિગો, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને સ્પાઇસજેટ જેવી મોટી એરલાઇન્સે મધ્ય પૂર્વ માટે તેમની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી

નોંધનિય છે કે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. ખાડી દેશોમાં એયરસ્પેસ બંધ હોવાના કારણે અનેક ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી છે. ભારતમાં કાલે 410 ફ્લાઈટ રદ કરી હતી. આજે 444 ઉડાન રદ કરવામાં આવી છે. પ્રવાસીઓને ફ્લાઈટનું સ્ટેટ્સ ચેક કરીને જ એરપોર્ટ જવા રવાના થવાની સૂચના અપાઇ છે.

આ પણ વાંચો: ખામેનીના મૃત્યુ બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી; ટોળાએ અમેરિકન દૂતાવાસને આગ લગાવી, પોલીસ કાર્યવાહીમાં 8 લોકોના મોત

Back to top button