ટ્રેન્ડિંગમનોરંજન

25 વર્ષની મોડેલે આપઘાત કર્યો: ડિપ્રેશનમાં રહેતા ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈ જીવ આપી દીધો

પુડુચેરી, 14 જૂલાઈ 2025: મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. 25 વર્ષીય મોડેલ અને મિસ પુડુચેરી સાન રશેલ હવે આપણી વચ્ચે નથી. તેણે આત્મહત્યા કરી લીધી છે. રવિવારે JIPMER હોસ્પિટલમાં સાને અંતિમ શ્વાસ લીધા હતા. તેના મૃત્યુના સમાચાર સાંભળીને ઈંડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. ચાહકોએ સાનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને તેના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે.

રંગભેદ સામે લડી હતી સાન

સાને 2021 માં મિસ પુડુચેરીનો ખિતાબ જીત્યો હતો. સાન રશેલનું સાચું નામ શંકર પ્રિયા હતું. બાળપણમાં જ તેણે પોતાની માતા ગુમાવી દીધી હતી. માતાના મૃત્યુ પછી, તેના પિતાએ સૈનની સંભાળ રાખી હતી. તેના પિતાએ તેને મોડેલિંગ કરવા માટે પ્રેરિત કરી હતી. તેણે ઈંડસ્ટ્રી રંગભેદના વલણ સામે પોતાની પુત્રીને ટેકો આપ્યો હતો.

સાનને તેના શ્યામવર્ણના કારણે મોડેલિંગ કારકિર્દીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તમામ પડકારોને પાર કરીને, સાને 2019 માં ‘મિસ ડાર્ક ક્વીન તમિલનાડુ’ અને 2021 માં ‘મિસ પુડુચેરી’નો ખિતાબ જીત્યો હતો. સાન રશેલે લંડન, જર્મની, ફ્રાન્સ સહિત ઘણા દેશોમાં મોડેલિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમણે મહિલાઓની સુરક્ષા માટે જાગૃતિ પણ ફેલાવી હતી.

સાન રશેલ ડિપ્રેશનમાં હતી

તાજેતરમાં તેના લગ્ન થયા હતા. મળતી માહિતી મુજબ, તે ડિપ્રેશનથી પીડાતી હતી. અહેવાલો અનુસાર, 5 જુલાઈના રોજ, તેણે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લીધો હતો, ત્યારબાદ તેના પિતા તેને પુડુચેરી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ પછી, સાનને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ શનિવારે, તેને જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (JIPMER) લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉરુલૈયનપેટ્ટાઈ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: લોર્ડ્સમાં કોણ બાજી મારશે: ટીમ ઈંડિયાની આજે થશે અગ્નિપરીક્ષા, જાણો કેટલો છે ટાર્ગેટ

Back to top button