સાધુના વેશમાં ફરતા બાંગ્લાદેશી સહિત 25 ઢોંગી પકડાયાઃ ઓપરેશન કાલનેમિની અસર શરૂ

દેહરાદૂન, 12 જુલાઈ, 2025ઃ Operation Kalnemi ઘણા વખતથી જેની આશંકા હતી તે હવે હકીકત સાબિત થઈ રહી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભગવા વસ્ત્રોમાં ફરતા અનેક લોકો ખરેખર કોઈ સાધુ-સંતો હોતા નથી પરંતુ બાંગ્લાદેશી અને રોહિંગ્યા સહિત ઘૂસણખોરો હોય છે જે ઓળખ સંતાડીને આપણી વચ્ચે ફરતા હોય છે.
એ જ રીતે દેવભૂમિ ઉત્તરાખંડની ઓળખ ધર્મ અને પર્યટન છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગુનાઈત પ્રવૃત્તિઓ પણ અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછી છે, પરંતુ હવે અહીં ધાર્મિક ગુનાઓનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. અન્ય રાજ્યો કે અન્ય દેશોના ઘૂસણખોરો અહીં ‘કાલનેમિ’ના રૂપમાં ફરી રહ્યા છે. ધર્મ કે સમુદાય ગમે તે હોય હિન્દુ અનુયાયીઓને ઠગવા અને ગેરમાર્ગે દોરવા માટે આ કાલનેમિ સાધુ-સંતોનો વેશ ધારણ કરીને જાળ ફેલાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભારત અને શ્રીલંકામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે 15 ટીમ ક્વાલિફાય થઈ, હવે આટલી જગ્યા બાકી રહી
આવા ધાર્મિક ગુનેગારો પર નિયંત્રણ લાવવા માટે ઉત્તરાખંડમાં ઓપરેશન કાલનેમિ ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત દેહરાદૂન પોલીસે નક્કર કાર્યયોજના તૈયાર કરી છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના નિર્દેશ પર તમામ જિલ્લાઓની પોલીસ ઓપરેશન કાલનેમિ ચલાવી રહી છે. દૂન પોલીસે તો ગણતરીના કલાકોમાં જ મોટી કારવાઈ કરીને અભિયાનનો શંખનાદ કરી દીધો છે. અહીં એક બાંગ્લાદેશી સહિત 25 ઢોંગી બાબાઓ પકડાઈ ગયા છે.
ઉત્તરાખંડના વરિષ્ઠ પોલીસ અધિકારી અજય સિંહના જણાવ્યા અનુસાર, આખા દૂન જિલ્લામાં ઓપરેશન કાલનેમિને વ્યાપક સ્તરે ચલાવવા માટે કાર્યયોજના તૈયાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ ઢોંગી સાધુ-સંતોનો વેશ ધારણ કરીને ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને ઘરેલુ સમસ્યાઓના સમાધાનનું ખોટું આશ્વાસન આપીને છેતરપિંડીની અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે. દેહરાદૂન પોલીસનું આ અભિયાન સતત ચાલુ રહેશે અને દેવભૂમિમાં ઢોંગ અને અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે કડક કારવાઈ કરવામાં આવશે. પોલીસવડાએ દેહરાદૂનની જનતાને અપીલ કરી હતી કે તેઓ આવા નકલી બાબાઓથી સાવધાન રહે અને કોઈપણ શંકાસ્પદ સ્થિતિમાં તાત્કાલિક પોલીસને જાણ કરે.
એસએસપી અજય સિંહે જણાવ્યું કે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં મઠ-મંદિરોની આસપાસ બેઠેલા કે ફરતા સાધુ વેશધારીઓની તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોલોનીઓમાં ઘરે-ઘરે જઈને ભીખ માગતા અને તંત્ર-મંત્ર, સમાધાનનું ખોટું આશ્વાસન આપતા ઢોંગી બાબાઓ પર પણ સીસીટીવી કેમેરા અને ચીતા પોલીસની ટુકડી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, ગુપ્તચરોની ટીમને પણ શહેરભરમાં ફરતા બાબાઓની માહિતી શેર કરવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પકડાયેલા ઢોંગીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેઓ ગળામાં માળા, કપાળે તિલક અને ભગવા કપડાં લપેટીને સાધુ બનવાનો ઢોંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ મહિલાની પરવાનગી વિના તેના ફોટા જાહેર કરનારને આવી સજા થઈ શકે છેઃ જાણો કાનૂની જોગવાઈ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>











