ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એવા 20 લાખ મતદાર જે હવે આ દુનિયામાં જ નથી! જાણો ચૂંટણીપંચે બિહાર અંગે શું અપડેટ આપ્યું

બિહારઃ 23 જુલાઈ, 2025: Bihar Election: બિહારમાં મતદાર યાદીના ચાલી રહેલા મતદાર પુનઃનીરિક્ષણ (SIR) પર સંસદમાં ચાલી રહેલા મહાસંગ્રામ વચ્ચે ચૂંટણી પંચે મહત્ત્વની અપડેટ સામે આવી છે. મતદાર યાદી ચકાસણી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં રાજ્યમાં 20 લાખ મતદારો મૃત હોવાનું સામે આવ્યું છે. 28 લાખ મતદારો એવા છે જેઓ અન્ય વિધાનસભા મતવિસ્તારોમાં સ્થળાંતરિત થયા છે. આ ઉપરાંત, 7 લાખ મતદારો એવા છે જેમના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા છે.

ચૂંટણી પંચે શેર કરી માહિતી

  • ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 98.01% મતદારોને આવરી લેવામાં આવ્યા છે.
  • આ પ્રક્રિયામાં, 20 લાખ મૃત મતદારોના નામ ઓળખવામાં આવ્યા છે.
  • આ ઉપરાંત, કાયમી સ્થળાંતર કરનારા 28 લાખ મતદારોના નામ મળી આવ્યા છે.
  • 7 લાખ મતદારોના મત એક કરતાં વધુ સ્થળોએ નોંધાયેલા છે.
  • 1 લાખ મતદારો શોધી શકાતા નથી.
  • 15 લાખ મતદારોના ફોર્મ હજુ સુધી મળ્યા નથી.
  • કુલ 7.17 કરોડ મતદારો (90.89%) ના ફોર્મ પ્રાપ્ત થયા છે અને ડિજિટાઇઝ કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, અમે પોતાના બૂથ લેવલ અધિકારીઓ અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો દ્વારા દરેક મતદાર સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છીએ. જેથી ખાતરી કરી શકાય કે પહેલી ઓગસ્ટના રોજ પ્રકાશિત થનારી મતદાર યાદીમાંથી કોઈ પણ લાયક મતદારનું નામ બાકી ન રહે.

આ પણ વાંચોઃ ગુજરાત: AAPની ઉગ્ર આંદોલનની ચીમકી, મનસુખ વસાવાએ કહ્યું- ઈંટનો જવાબ પથ્થરથી આપીશ

આ પણ વાંચોઃ સતત ચોથા દિવસે સોનાનો ભાવ આસમાને: જાણો આજનો લેટેસ્ટ ભાવ

Back to top button