ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ઝાયડસ વેલનેસએ કમ્ફર્ટ ક્લિકનું 239 મિલીયન પાઉન્ડમાં હસ્તાંતરણ કર્યું

નવી દિલ્હી, 30 ઓગસ્ટ, 2025: ગુજરાત સ્થિત ઝાયડસ વેલનેસ લિમીટેડ તાજેતરમાં ઘોષણા કરી હતી કે તેની સંપૂર્ણ માલિકીના પેટાકંપની એલીડેક યુકે લિમીટેડે વિટામીન્સ, મિનરલ્સ અને સપ્લીમેન્ટ્સ (VMS)સેગમેન્ટમાં કાર્યરત લંડન સ્થિત કંફર્ટ ક્લિક લિમીટેડ (CCL)નું 239 મિલીયન પાઉન્ડમાં હસ્તાંતરણ કર્યુ છે. આ હસ્તાંતરણ 29 ઓગસ્ટ, 2025ના રોજ પૂર્ણ થયું હતું.

નોંધનીય છે કે કમ્ફર્ટ ક્લિક અને તેની ત્રણ પેટાકંપનીઓ આયર્લેન્ડ, યુએસ અને ભારતમાં સ્થિત છે. 2025માં કંપનીની આવક 134 મિલિયન પાઉન્ડ અને ઓપરેટિંગ નફો 21 મિલિયન પાઉન્ડ હતો. ઝાયડસનું આ પગલું ડિજિટલ હેલ્થ અને પર્સનલાઇઝ્ડ વેલનેસમાં તેની હાજરીને મજબૂત બનાવશે અને વૈશ્વિક સ્તરે હેલ્થ સોલ્યુશન્સમાં નેતૃત્વ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે.

વેચાણકર્તા સાથે હસ્તાક્ષર થયેલ શેર ખરીદી કરાર (એસપીએ) અનુસાર એલીડેકએ ક્લાસ A અને ક્લાસ Bના બાકી રહેલા ઓર્ડીનરી શેર્સ, ક્લાસ Cના બિન-અંકુશાત્મક 71.43% શોર્સ અને ક્લાસ Dના બિન-અંકુશાત્મક 66.67% શેર્સ ખરીદી લીધા છે. જેના પરિણામે CCL એલીડેકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને ઝયડસ વેલનેસની સ્ટેપૃડાઉન પેટાકંપની બની ગઇ છે.

લંડનમાં વડુમથક ધરાવતી CCL સમગ્ર યુકે અને યુરોપમા હાજરી ધરાવે છે અને અમેરિકામાં પોતાની હાજરીમાં વધારો કરી રહી છે. તેણે 30 જૂન 2025ના રોજ પૂરા થયેલા વર્ષને અંતે 134 મિલીયન પાઉન્ડની સંયુક્ત આવક (અન-ઓડીટેડ) હાંસલ કરી હતી, તેજમ CAGR 57% રહ્યો હતો અને એડજસ્ટેડ ઓપરેટિંગ નફો 21 મિલીયન પાઉન્ડ હતો. યુરોપિયન VMS માર્કેટનું ટર્નઓવર 11 અબજ પાઉન્ડનું હોવાનુ મનાય છે.

કંપની ત્રણ બ્રાન્ડની માલિકી ધરાવે છે: વેઇટવર્લ્ડ, જે પ્લાન્ટ આધારિત સપ્લીમેન્ટ્સ, વિટામિન્સ, કોલેજન, ઓમેગા, પ્રોબાયોટિક્સ, સૂક્ષ્મ પોષકતત્ત્વો અને રમત પોષણ પ્રદાન કરે છે; મેક્સમેડિક્સ, એક ખાસ ચીકણી બ્રાન્ડ જે બાળકોની પોષણ જરૂરિયાતો પૂરી કરે છે; અને એનિમિગો, એક કુદરતી પાલતુ VMS બ્રાન્ડ છે. તેની મોટાભાગની આવક યુકે અને યુરોપમાં ઈ-કોમર્સ અને ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) ચેનલોમાંથી આવે છે.

આ પણ વાંચોઃ જાપાન આગામી દાયકામાં ભારતમાં અંદાજે રૂ. 6 લાખ કરોડનું રોકાણ કરશે

Back to top button