ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

જાપાન આગામી દાયકામાં ભારતમાં અંદાજે રૂ. 6 લાખ કરોડનું રોકાણ કરશે

ટોક્યો, 30 ઓગસ્ટ, 2025: અમેરિકા અને ભારત વચ્ચે વકરેલા ટેરિફ વિવાદની વચ્ચે ભારતે હવે અમેરિકાની બાદબાકી કરીને નવા દેશો તરફ મીટ માંડી છે. એટલું જ અન્ય દેશો પણ અમેરિકાની ટેરિફનો ભોગ બન્યા છે તેઓ પણ યોગ્ય ભાગીદાર દેશની શોધમાં છે. તેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાન પહોંચ્યા છે. ગઇકાલે  વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે 15મી શિખર મંત્રણા કરી હતી. આ બેઠકમાં બંને દેશોએ તેમના અર્થતંત્રોને પ્રોત્સાહન આપવા માટે આગામી 10 વર્ષ માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કરારના ભાગરૂપે સંરક્ષણ સહિત 13 સમજૂતી કરાર કર્યા હતા. આ કરારના ભાગરૂપે જાપાન આગામી દાયકામાં ભારતમાં 10 ટ્રિલિયન યેન (અંદાજે રૂ. 6 લાખ કરોડ)નું રોકાણ કરશે. આ શિખર મંત્રણાનો આશય આ બેઠકનો આશય ભારત અને જાપાન વચ્ચે વેપાર, રોકાણ અને ઊભરતી ટેક્નોલોજીના ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનો હતો.

આ શિખર સંમેલનમાં બંને દેશો વચ્ચે 13 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં આર્થિક સુરક્ષા, સ્વચ્છ ઊર્જા, ટેલિકોમ, દવાઓ, મહત્વના ખનીજો અને નવી તથા ઊભરતી ટેક્નોલોજી સહિત કેટલીક પરિવર્તનકારી પહેલોનો સમાવેશ કરાયો છે. વડાપ્રધાન મોદી અને પીએમ ઈશિબાએ આ સમજૂતીઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

શિખર મંત્રણા બાદ શું કહ્યું મોદીએ

શિખર મંત્રણા પછી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દુનિયાના બે સૌથી મોટા અર્થતંત્રો અને જીવંત લોકતંત્રો તરીકે આપણી ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે જરૂરી છે. મજબૂત લોકતંત્ર સારી દુનિયાના નિર્માણમાં સ્વાભાવિક ભાગીદાર હોય છે. આજે અમે પોતાની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં નવા અધ્યાયનો પાયો નાંખ્યો છે. અમે આગામી દાયકાનો રોડમેપ તૈયાર કર્યો છે. અમારા વિઝનમાં રોકાણ, ઈનોવેશન, આર્થિક સુરક્ષા, પર્યાવરણ, ટેક્નોલોજી, સ્વાસ્થ્ય, ગતિશિલતા અને લોકો વચ્ચે પારસ્પરિક આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે. જે અંતર્ગત અમે આગામી ૧૦ વર્ષમાં જાપાનથી ભારતમાં 10 ટ્રિલિયન યેન (અંદાજે રૂ. 6 લાખ કરોડ)ના રોકાણનું લક્ષ્ય રાખ્યું છે.

આટલા લોકો જાપાન રોજગારી પૂરી પાડશે

કરાર હેઠળ ભારત અને જાપાનના લઘુ, મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સને જોડવા પર વિશેષ ભાર અપાશે. આ કરારના ભાગપરૂપે આગામી પાંચ વર્ષમાં જાપાન ભારતમાંથી 50,000 કુશળ અને અર્ધ-કુશળ કર્મચારીઓને રોજગારી પૂરી પાડશે જ્યારે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોડાણ કરશે.

આ પણ વાંચોઃ શનિ કૃપા મેળવવા માટે શનિવારે કરો આ પાંચ વસ્તુઓનું દાન, મળશે સુખ-સમૃદ્ધિ

Back to top button