ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુટ્યુબરે એકતરફી વીડિયો બનાવ્યો, સતત દુષ્કર્મની ધમકી મળી રહી છે: કોર્ટમાં સ્વાતિ માલિવાલ

  • સ્વાતિ માલિવાલે કોર્ટમાં મુખ્યમંત્રી કેજરીવાલ, તેમના PA બિભવ કુમાર અને પાર્ટી પર આરોપો લગાવ્યા
સ્વાતિ માલિવાલે કોર્ટ સમક્ષ શું કહ્યું?
સ્વાતિ માલિવાલે કોર્ટ સમક્ષ કહ્યું કે, “તેને ખરાબ રીતે મારવામાં આવી છે. પાર્ટીએ પત્રકાર પરિષદમાં કહ્યું છે કે હું ભાજપની એજન્ટ છું. જેના ઘરમાં મને મારવામાં આવી તે આરોપીને સાથે રાખીને ક્યારેક લખનૌ તો ક્યારેક અન્ય જગ્યાએ લઈ જઈ રહ્યા છે. તેમની પાસે ટ્રોલ્સની વિશાળ આર્મી છે. તેઓએ આખી આર્મીને મારી પાછળ લગાવી દીધી છે. ” દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી દરમિયાન સ્વાતિ માલિવાલ એક તરફ રડવા લાગી. આ સાથે જ તેણે બિભવ અને કેજરીવાલ પર અનેક આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન માલીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીના એક જૂના કાર્યકર અને હાલમાં યુટ્યુબરે આ મામલે મારો પક્ષ જાણ્યા વગર એકતરફી વીડિયો પોસ્ટ કર્યો છે. આ પછી મને મૃત્યુ અને દુષ્કર્મની ધમકીઓ મળી રહી છે. મને અને મારા પરિવારને બિભવથી ખતરો છે.

આરોપી બિભવ કુમાર વિરોધી સુનાવણી દરમિયાન સ્વાતિ માલિવાલે કહ્યું કે, આ કોઈ સામાન્ય PA નથી, તેને જે સુવિધાઓ મળે છે તે મંત્રીઓને પણ મળતી નથી. તેની પાસે ટ્રોલ્સની મોટી આર્મી છે. પાર્ટીના તમામ નેતાઓને ચેતવણી આપવામાં આવી છે કે તે મને સમર્થન ન આપે જેથી હું મારી ફરિયાદ પાછી ખેંચી લઉં. હું અને મારો પરિવાર આઘાતમાં જીવી રહ્યા છીએ. આ માણસ સામાન્ય નથી. જો બિભવ બહાર આવશે તો મારા અને મારા પરિવારના જીવને જોખમ છે.

બિભવ કુમાર પર શું છે આરોપ?

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે તેમના પર CM આવાસ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના નેતા સંજય સિંહે બાદમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાતિ માલિવાલ સાથેની ઘટનાની નોંધ લીધી છે અને તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે. સંજય સિંહે વધુમાં જણાવ્યું હતું કે, સ્વાતિ માલિવાલ સોમવારે CM કેજરીવાલને મળવા આવી હતી. તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહી હતી. ત્યારબાદ બિભવ કુમાર ત્યાં પહોંચી ગયો અને સ્વાતિ માલિવાલ સાથે ગેરવર્તન કર્યું.

આ પહેલા સોમવારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, સ્વાતિ માલિવાલ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આવી હતી અને મુખ્યમંત્રી કેજરીવાલના અંગત સ્ટાફના સભ્ય પર સીએમ હાઉસમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ મામલે FIR નોંધી તપાસ હાથ ધરી છે.

બિભવ કુમાર દિલ્હી પોલીસની કસ્ટડીમાં 

સ્વાતિ માલિવાલ પર હુમલો કરવાના આરોપી બિભવ કુમાર હાલ દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. 18 મેના રોજ તીસ હજારી કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. શનિવારે બપોરે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પછી સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ બાદ સાંજે 4.15 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે તીસ હજારી કોર્ટમાં વચગાળાની જામીન અરજી પણ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.

આ પણ જુઓ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના આવતાની સાથે જ ધડામ દઈને તૂટી પડ્યું સ્ટેજ 

Back to top button