ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

‘તમે પણ કંટાળી જાત…’ ટ્રમ્પના જમાઈ સાથેની મુલાકાત પર રશિયન પ્રમુખ પુતિનની ચોંકાવનારી ટિપ્પણી

નવી દિલ્હીઃ 4 ડિસેમ્બર, 2025: Russian President Putin India Visit: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ગુરૂવારે (4 ડિસેમ્બર) બે દિવસીય ભારતીય મુલાકાતે છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પ્રમુખ પુતિનની આ પહેલી ભારત મુલાકાત છે, જે બંને દેશો માટે ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. આ દરમિયાન પુતિને ભારતીય મીડિયા આજતકને એક ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેયર્ડ કુશનર સાથેની હાલની મુલાકાત વિશે વાત કરી હતી.

નોંધનીય છે કે, મંગળવારે (2 ડિસેમ્બર) પુતિને રશિયન રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનમાં યુક્રેન સંઘર્ષ મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત વિટકૉફ અને ટ્રમ્પના જમાઈ જેયર્ડ કુશનર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘આ લાંબી વાતચીત દરમિયાન હું ખૂબ કંટાળી ગયો હતો.’

તેમણે વાતચીત દરમિયાન એન્કરને પણ કહ્યું કે, ‘એ બે લોકો હતા અને હું એકલો… જો તમે ત્યાં હોત તો તમે પણ કંટાળી જાત… પાંચ કલાકની વાતચીત હતી બંને સાથે…’

પુતિનનો ભારતમાં બે દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ગુરુવારે (4 ડિસેમ્બર) સાંજે નવી દિલ્હી પહોંચશે. ત્યારબાદ તેઓ લોક કલ્યાણ માર્ગ પર સ્થિત પ્રધાનમંત્રી નિવાસસ્થાને જશે, જ્યાં વડાપ્રધાન મોદી તેમના માટે એક ખાનગી ડિનરનું આયોજન કરશે. પુતિનની મુલાકાત ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પણ છે, જે તેને બંને દેશો માટે એક મહત્ત્વપૂર્ણ ઘટના બનાવે છે.

પુતિનના મુખ્ય કાર્યક્રમો શુક્રવારે રાજઘાટની મુલાકાતથી શરૂ થવાના છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. મુખ્ય શિખર સંમેલન માટે, પુતિન હૈદરાબાદ હાઉસ જશે, જ્યાં તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

 

Back to top button