યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું હેલીકોપ્ટર હવામાં ફંગોળાયું, તાત્કાલિક ઈમરજન્સી લેન્ડીંગ કરાયું

કાનપુર, 21 એપ્રિલ 2025: ઉત્તર પ્રદેશના કાનપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું હેલીકોપ્ટરનું લેન્ડીંગ કરવું પડ્યું. હકીકતમાં જોઈએ તો, હેલીકોપ્ટરે જેવી ઉડાન ભરી, તો ભારે પવનના કારણે હેલીકોપ્ટરની દિશા બદલાઈ ગઈ. આ ઘટના રવિવારે થઈ હતી, જ્યારે સીએમ યોગી કાનપુરના મેટ્રો પ્રોજેક્ટ અને પાવર પ્લાન્ટનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા હતા.
જ્યારે સીએમ યોગીનું હેલીકોપ્ટર હવામાં હતું, ત્યારે અચાનક ભારે પવનની દિશા અને ગતિમાં બદલાવ થયો, જેના કારણે હેલીકોપ્ટરની દિશા બદલાઈ ગઈ. પાયલટે સિચ્યુએશન પારખી લેતા તરત હેલીકોપ્ટરનું લેન્ડીંગ કરાવી દીધું. લેન્ડીંગ બાદ પાયલટે સુરક્ષિત રીતે હેલીકોપ્ટરને ફરીથી ટેકઓફ કર્યું.
પીએમ મોદી કાનપુર આવશે
હકીકતમાં જોઈએ તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલે કાનપુર આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના પ્રસ્તાવિત કાર્યક્રમની તૈયારીઓનો અભ્યાસ કરવા કાનપુર પહોંચ્યા હતા. જાહેર સભાની સાથે, સીએમ યોગીએ મેટ્રો, ઘાટમપુર અને પંકી પાવર પ્લાન્ટ સહિત 19,728 કરોડ રૂપિયાના 225 વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
પ્રવાસ પહેલાની તૈયારીઓની સમીક્ષા
મુખ્યમંત્રીનું વિમાન રાત્રે ૧૨:૩૦ વાગ્યે ચકેરી એરપોર્ટ પર ઉતર્યું, જ્યાં તેમનું સ્વાગત ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રકાશ પાલે કર્યું. આ દરમિયાન સીએમ યોગીએ પ્રદેશ પ્રમુખ સાથે તૈયારીઓ અંગે ચર્ચા કરી. આ દરમિયાન કહેવામાં આવ્યું કે પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ કાનપુર આવી રહ્યા છે. આ માટે મજબૂત તૈયારીઓ હોવી જોઈએ.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના રામબનમાં 50 ગુજરાતી ફસાયા, મદદ માટે ગુજરાતથી ટીમ મોકલી












