ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Helicopter Crash: વધુ એક હેલિકોપ્ટર ક્રેશ, છ લોકોના મોત

Qatar Helicopter Crash: છેલ્લા ઘણા સમયથી પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે, ત્યારે વધુ એક હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના બની છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, કતરમાંથી મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજે (22 માર્ચ 2026) સવારે એક ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. કતરના ગૃહ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે, જેની શોધ ચાલુ છે.

આ હેલિકોપ્ટરની સમુદ્રમા દુર્ઘટના ગ્રસ્ત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોસ્ટલ સિક્યુરિટી અને બોર્ડર પ્રોટેક્શન ડિરેક્ટોરેટની મેરીટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમ અને ઇન્ટરનલ સિક્યુરિટી ફોર્સના કતર ઇન્ટરનેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યૂ ગ્રુપ આ કામગીરીમાં સક્રિય રીતે સામેલ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દુર્ઘટના બાદ બચાવ અને રેસક્યૂની કામગીરી વધુ ઝડપથી કરવામાં આવી રહી છે. કોસ્ટ ગાર્ડ અને બચાવ ટીમો સમુદ્રમાં કામગીરી કરી રહ્યા છે, પરંતુ હવામાન અને દરિયાઈ પરિસ્થિતિઓ રેસક્યૂ માટે પડકાર આપી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘મિશન સફળ થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’

આ પણ વાંચો : ઈરાને અમેરિકાને કેટલું નુકસાન પહોંચાડ્યું? રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Back to top button