ટોપ ન્યૂઝવર્લ્ડ

ChatGPT સામે કેનેડામાં કેસ : સ્કૂલ ગોળીબાર કરનારને મદદ કરવાનો આરોપ

World News : સોમવારે સાન ફ્રાન્સિસ્કો ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા મુકદ્દમામાં OpenAI અને તેના સીઈઓ સેમ ઓલ્ટમેન બંને પર આરોપ મૂકાયો છે. આ મુકદ્દમામાં કોર્ટને હિંસાની ધમકી આપતી ચેટ્સને ઓળખવા અને હેન્ડલ કરવાની તેની પદ્ધતિઓમાં સુધારો કરવા પણ કહેવામાં આવ્યું છે. કેનેડાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રી, ઇવાન સોલોમન તાજેતરમાં જણાવ્યું હતું કે, તેઓ બધા જોખમોને ગંભીરતાથી લે છે.

ટમ્બલર રિજ સ્કૂલ ગોળીબારમાં 8 લોકો માર્યા ગયા

બ્રિટિશ કોલંબિયા સરકાર આ કેસના સંદર્ભમાં OpenAI પાસેથી ભંડોળ માંગી રહી છે. આ નાણાંનો ઉપયોગ કટોકટી રાહત અને વિસ્તારના પુનઃનિર્માણ સંબંધિત ભૂતકાળ અને ભવિષ્યના ખર્ચ માટે કરાશે. આ હુમલો 10 ફેબ્રુઆરી, 2026ના રોજ નાના શહેર ટમ્બલર રિજમાં થયો હતો. 8 લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ તેને કેનેડાના સૌથી ખરાબ સામૂહિક ગોળીબારમાંના એક તરીકે વર્ણવ્યું હતું. હુમલાખોરે પહેલા તેની માતા અને સાવકા ભાઈને તેમના ઘરમાં મારી નાખ્યા હતા. ત્યારબાદ તે શાળામાં ગયો અને પાંચ બાળકો અને એક શિક્ષકની હત્યા કરી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કેનેડાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રીએ શું કહ્યું?

ત્યારબાદ તેણે ઘટનાસ્થળે આત્મહત્યા કરી લીધી. હુમલાખોર, 18 વર્ષીય જેસી વાન રૂટ્સલાર, શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી હતી. ચેટજીપીટીની સુરક્ષા ટીમે બંદૂકો અને હિંસા સાથે સંકળાયેલી તેણીની વાતચીતો જોઈ હતી, પરંતુ કંપનીએ પોલીસને તેની જાણ કરી ન હતી. નોંધનીય છે કે, કેનેડાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રી, ઇવાન સોલોમન, તાજેતરમાં જણાવ્યું કે, AI નિયમનની વધતી માંગ સારી બાબત છે. “પરંતુ અમે બધા જોખમોને ગંભીરતાથી લઈએ છીએ.”

આ પણ વાંચો : સ્કૂલમાં ઘુસીને ટીચરની હત્યા કરી નાખી, CCTVમાં ઢસડીને લઈ જતાં આરોપી દેખાયો

Back to top button