
Gujarat News : રાજકોટના હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજની સમસ્યા સર્જાય હતી. જેના કારણે છેલ્લા બે દિવસથી કામગીરી ખોરવાઈ છે. આ પાઇપલાઇનમાંથી સતત પાણી લીક થવાથી કાર્ગો ફ્લોર પર પાણી ભરાયું છે. જેના કારણે પાણી ઇલેક્ટ્રિક બોર્ડ સુધી પહોંચતાં શોર્ટ સર્કિટનું જોખમ ઊભું થયું છે. આ દરમિયાન કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામગીરી અટકાવવી પડી છે. પરિણામે ઇન્ડિગો એરલાઇન્સનો આશરે બે લાખ રૂપિયાની કિંમતનો ચાર ટન માલ લોડ થઈ શક્યો નથી.
પાઇપલાઇન લીકેજથી કાર્ગો સેક્ટરમાં ભરાયું પાણી
મળતી માહિતી અનુસાર, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇનમાંથી પાણી લીક થવાને કારણે ફ્લોર પર પાણી ફરી વળ્યું છે. પાણી વીજળીના બોર્ડ સુધી પહોંચી જતાં શોર્ટ સર્કિટ થવાની આશંકા ઊભી થઈ છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ માટે જોખમ ઊભું થઈ શકતું હોવાથી કાર્ગો કામગીરી અટકાવાય છે. લીકેજની સમસ્યાને કારણે ગત બે દિવસથી કાર્ગો લોડિંગની કામગીરી પર અસર પડી છે. ઇન્ડિગો એરલાઇન્સનો આશરે બે લાખ રૂપિયાની કિંમતનો ચાર ટન માલ લોડ થઈ શક્યો નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એરપોર્ટ ઓથોરિટી સમક્ષ કરાઈ રજૂઆત
કાર્ગો સેક્ટરમાં સર્જાયેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને સુરક્ષિત વાતાવરણમાં કામગીરી ફરી શરૂ કરવા એરપોર્ટ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જોકે, બે દિવસથી લીકેજની સમસ્યા યથાવત્ રહેતાં કાર્ગો કામગીરી અને કર્મચારીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
2,654 કરોડના એરપોર્ટમાં પાયાની સુવિધા સામે પ્રશ્ન
નોંધનિય છે કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ આશરે 2,654 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આટલા મોટા ખર્ચે તૈયાર થયેલા એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇન લીકેજને કારણે કામગીરી અટકાવવાની સ્થિતિ સર્જાતાં પાયાની સુવિધાઓની જાળવણી સામે સવાલો ઊભા થયા છે. હાલ કાર્ગો સેક્ટરમાં લીકેજની સમસ્યાનો ઉકેલ લાવી કામગીરી ક્યારે ફરી શરૂ કરવામાં આવશે તેના પર નજર છે.
આ પણ વાંચો : સાળંગપુર કષ્ટભંજનદેવનો 178મો પાટોત્સવ 30 ઓક્ટોબરે ઉજવાશે! ત્રણ દિવસ ‘શ્રી હનુમંત ચરિત્ર કથા’નું આયોજન












