ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Iran US War: શાંતિદૂત બનવાનું સપનું ચકનાચૂર! ઈરાને પાકિસ્તાનને આપ્યો ઝટકો

Iran US War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ટ્રમ્પના દૂત બનેલા પાકિસ્તાનને તહેરાનો મોટો ઝટકો આપી દીધો છે. ઈરાને ટ્રમ્પની શરતો અને પાકિસ્તાનની મધ્યસ્થીને નકારી કાઢી છે. એટલુ જ નહીં ઈરાને મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને અમેરિકા પર હુમલાઓ ચાલુ રાખ્યા છે. ઈરાને બે યુએસ ફાઈટર જેટ F-35 અને એક F-15 તેમજ બે લશ્કરી હેલિકોપ્ટરને પણ ટાર્ગેટ કરીને તોડી પાડ્યા છે.

ઈરાનની આ કાર્યવાહીથી આ યુદ્ધમાં અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી મોટો પરાજય દર્શાવે છે. એક રીતે, ઇરાનથી અપમાનિત થયેલા પાકિસ્તાન હવે લાચાર અનુભવે છે અને જૂઠું બોલીને પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ ઇરાન દ્વારા ઝટકો આપ્યા બાદ શાખ બચાવવાની કોશિશ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફરી એક વખત ફજેતી થઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પાકિસ્તાન હવે ટ્રમ્પને કેવી રીતે પ્રતિક્રિયા આપશે તે અંગે સૌથી વધુ ચિંતિત છે, કારણ કે તેણે અગાઉ ટ્રમ્પને ઇરાન સાથે યુદ્ધવિરામની ખાતરી આપી હતી. પરંતુ પાકિસ્તાનના એજન્ડાને સમજીને, ઇરાને તેના પર વિચાર કરવાનું પણ છોડી દીધુ હતું. આનાથી મુનીર અને શાહબાઝની પ્રતિષ્ઠા ખરેડાઈ છે. હવે, તેઓ ટ્રમ્પ અને અમેરિકાને ખુશ કરવાનો બીજો કોઈ રસ્તો વિચારી શકતા નથી.

પાકિસ્તાનની લાજ બચાવવાની કોશિશ

સૂત્રો પાસેથી મળી રહેલા અહેવાલો પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાને પાકિસ્તાન સામે સમાધાન કરવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો છે. ઈરાને ટ્રમ્પની શરતોનો પણ અસ્વિકાર કર્યો છે તેમજ પાકિસ્તાનમાં કોઈ વાતચીત અંગેની બેઠકની ન કરવાની પણ વાત કરી છે.

જો કે આ સમાચારથી પાકિસ્તાનની પોતાની ઈજ્જત બચાવવા માટે આવા દાવાઓને ફગાવી રહ્યું છે. નોંધનીય છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવાના પાકિસ્તાનના શાંતિના પ્રસ્તાવને ઈરાને ઝટકો આપી દીધો છે. આ વાત પરથી પાકિસ્તાનની વિશ્વમાં શું ઈજ્જત છે તેનો ખ્યાલ આવી જાય છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટ કે યુરોપ નહીં, પરંતુ યુદ્ધથી ઉભી થયેલી મુસીબતમાં આપણા મિત્ર બન્યા આ નાના દેશ

Back to top button