એજ્યુકેશનટ્રેન્ડિંગ

“જામિયાને જેલ બનાવી દીધું…”: સંસ્થાપકોના પરિવારો અને વિદ્યાર્થી સંગઠનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રશાસન સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

Jamia Millia Islamia Student Union Row : જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિદ્યાર્થી સંઘની પુનઃસ્થાપનાની માંગ, ભૂખ હડતાળ અને પોલીસ કાર્યવાહીને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ આંદોલનમાં હવે જામિયાના સંસ્થાપક પરિવારો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અગ્રણી વિદ્યાર્થી સંગઠનો (SFI, NSUI) ની પણ એન્ટ્રી થઈ છે. દિલ્હીમાં યોજાયેલી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાપકોના સ્વજનો અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી પ્રશાસન તથા પોલીસના વલણ સામે તીખા સવાલો ઊભા કર્યા હતા અને કેમ્પસની વર્તમાન સ્થિતિને ‘જેલ જેવી’ ગણાવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ડો. ઝાકિર હુસૈનના સ્વપ્નને સિંચી રહ્યા છે વિદ્યાર્થીઓ: સંસ્થાપક પરિવાર

પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત જામિયાના સંસ્થાપક પરિવારના સભ્ય સઈદા હમીદે વિદ્યાર્થીઓના આંદોલનને પૂર્ણ સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “ડો. અંસારીએ સ્વપ્ન જોયું હતું કે જામિયા અલીગઢ જેવી મહાન યુનિવર્સિટી બને. આજે ડો. ઝાકિર હુસૈન, ડો. અંસારી અને ડો. શફીઉર રહમાન કીદવાઈ ઉપરથી આપણને જોઈ રહ્યા હશે. દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો ઝાકિર હુસૈનના સ્વપ્નને સિંચવા માટે ઊભા છે અને વિદ્યાર્થી સંઘની માંગ કરી રહ્યા છે.”

બીજા સભ્ય સિદ્દીકુર રહમાન કીદવાઈએ કહ્યું કે, સ્વતંત્ર ભારતમાં દરેક સંજોગોમાં વિદ્યાર્થી સંઘ (Student Union) હોવું જ જોઈએ. જ્યારે વિદ્યાર્થી સંઘની માંગ કરવા બદલ વિદ્યાર્થીઓને બહારકાઢવામાં આવે છે તે સાંભળીને ખૂબ દુઃખ થાય છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીની સમીના મિશ્રાએ જણાવ્યું કે, આજે પ્રશાસન અને વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદની સૌથી વધુ જરૂર છે.

આ પણ વાંચોઃ વૈશ્વિક અશાંતિ વચ્ચે ઇઝરાયેલમાં 27 ઓક્ટોબરે સામાન્ય ચૂંટણી: નેતન્યાહૂ માટે અસ્તિત્વની લડાઈ

વીજળી-પાણી બંધ, દરવાજાઓની વેલ્ડિંગ… જામિયાને બનાવી દીધું જેલ

વિદ્યાર્થી સંગઠન SFI ની પ્રતિનિધિ સનમે કેમ્પસની અંદરની ભયાવહ પરિસ્થિતિ વર્ણવતા પ્રશાસન પર સીધા આરોપો લગાવ્યા હતા. સનમે કહ્યું કે, “અમે જામિયામાં લોકશાહી માટે લડી રહ્યા છીએ. પ્રશાસને જામિયાને જેલ બનાવી દીધું છે, અંદર વીજળી અને પાણી સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પ્રશાસન અમારી સાથે વાત કરવા આવ્યું, ત્યારે વાતચીતની વચ્ચે જ અમારો ટેન્ટ હટાવી દેવામાં આવ્યો.”

તેણે વધુમાં આરોપ લગાવ્યો કે કેમ્પસની અંદર દીવાલો ચણવામાં આવી રહી છે અને ગેટ પર વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી નેતાઓએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે જામિયા પ્રશાસન અને પોલીસ મળીને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના ફોન નંબર અને ઘરના સરનામા શેર કરી રહ્યા છે, જેના કારણે પોલીસ સીધી વિદ્યાર્થીઓના ઘરે પહોંચીને સ્વજનોને ડરાવી રહી છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં SFI ની સનમ ઉપરાંત NSUI ના ઝીશાન અને આમિર હૈદર પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાપકોના પરિવારો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આ ખુલ્લા સમર્થન બાદ જામિયા પ્રશાસન પર દબાણ વધુ વધી ગયું છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીના પરિવાર અંગે ખડગેની કથિત ટિપ્પણીથી વિવાદ, પટનામાં ફરિયાદ

Back to top button