
PM Modi israel Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની બે દિવસની મુલાકાતે રવાના થયા છે. નવ વર્ષમાં આ તેમનો બીજો પ્રવાસ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે બગડતા સંબંધો વચ્ચે આ મુલાકાતને ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવે છે. જો કે વડાપ્રધાન મોદીના આગમન પહેલા જ અમેરિકાના ફાઈટર જેટથી અનેક સવાલો ઉભા થયા છે.
ગમે ત્યારે ઇરાન પર હુમલો થઈ શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલ અવીવ આગમન પહેલા, અમેરિકાએ પહેલી વાર ઇઝરાયલમાં પોતાનું F-22 ફાઇટર જેટ ઉતાર્યું છે. આનાથી ઇરાન પર હુમલાની શક્યતા વધુ વધી ગઈ છે. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત પૂર્ણ થાય ત્યાં સુધી ઇરાન પર હુમલો મોકૂફ રાખ્યો છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ અને મીડિયા એજન્સી મુજબ વડાપ્રધાન મોદીના ભારત આગમન બાદ ગમે ત્યારે ઇરાન પર હુમલો થઈ શકે છે.
🚨🇮🇱🇺🇸 11 of these beasts landed in Israel, U.S. F-22 Raptor jets
This is significant
It's the first time in history the U.S. deploys fighter jets to Israeli soil for an operational, combat-oriented mission rather than joint exercises or trainingpic.twitter.com/FIPwAgkWo7
— Mario Nawfal (@MarioNawfal) February 24, 2026
ભારત અને ઇઝરાયલ વચ્ચે થશે ડીલ
અમેરિકાનું USS ગેરાલ્ડ આર. ફોર્ડ પણ ઇઝરાયલની નજીક પહોંચી ગયું છે. તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી ખતરનાક ન્યૂક્લિયર એરક્રાફ્ટ કૈરિયર છે. હાલમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની બે દિવસીય મુલાકાતે છે. તેઓ આજે બપોરે ઇઝરાયલ પહોંચશે. આ પછી, તેઓ અનેક કાર્યક્રમો અને દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે. આ સમય દરમિયાન, ભારત અને ઇઝરાયલ વચ્ચે મહત્વપૂર્ણ સંરક્ષણ ડીલ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. વડાપ્રધાન મોદી ગુરુવારે ભારત આવવા રવાના થશે.
અમેરિકાનું ઇતિહાસમાં પહેલીવાર ચોંકાવનારું પગલું
અમેરિકાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, એવું લાગે છે કે ગુરુવારે વડાપ્રધાન મોદી ભારત પાછા ફરતાની સાથે જ અમેરિકા ઈરાન પર મોટો હુમલો કરી શકે છે. અનેક યુએસ ફાઇટર જેટ અને હજારો સૈનિકોએ ઈરાનને ઘેરી લીધું છે. આમાં વિશ્વના સૌથી ઘાતક પરમાણુ વિમાનવાહક જહાજ, યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડનો સમાવેશ થાય છે. આજે (25 ફેબ્રુઆરી 2026) ઇઝરાયલમાં 11 યુએસ એફ-22 રેપ્ટર જેટ ઉતારવમાં આવ્યા છે. આ ઘટના મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે અમેરિકાએ સંયુક્ત કવાયત કે તાલીમ વગર જ ઓપરેશનલ, લડાઇ-લક્ષી મિશન માટે ઇઝરાયલી ભૂમિ પર ફાઇટર જેટ તૈનાત કરી દીધા છે.
આ પણ વાંચો : ભોપાલ સેક્સ રેકેટમાં ચેટથી થયા મોટા ખુલાસા, અમદાવાદ સુધી ફેલાયેલું હતું નેટવર્ક












