Video: ન્યાયમૂર્તિ યથવંત વર્માના મહાભિયોગની દિશામાં કામગીરી શરૂ, સમિતિની રચના થઈ

નવી દિલ્હી, 12 ઓગસ્ટ, 2025: impeachment of Justice Yathwant Verma ન્યાયમૂર્તિ યશવંત વર્મા સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ત્રણ સભ્યોની સમિતિની જાહેરાત કરી છે. આ રીતે ન્યાયમૂર્તિ વર્મા સામે મહાભિયોગની દિશામાં એક ડગલું આગળ વધ્યું છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા રચિત આ સમિતિમાં કાયદા નિષ્ણાત બી.વી. આચાર્ય, ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર તથા ન્યાયમૂર્તિ મનિંદર મોહન શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.
‘સોના પર કોઈ ટેરિફ નહીં લાગે…’, ભારત અને રશિયા સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પે ‘સારા સમાચાર’ આપ્યા
ન્યાયમૂર્તિ વર્માનો આ કેસ અસાધારણ છે. તેમની સામે મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે કેમ કે ગત 14 માર્ચ, 2025ના રોજ તેમના સરકારી નિવાસસ્થાને મોટી આગ ફાટી નીકળી હતી અને તે સમયે ત્યાંથી ઘણી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. આ ઘટના બની તે સમયગાળામાં ન્યાયમૂર્તિ વર્મા દિલ્હી હાઈકોર્ટમાં જજ હતા. તેમના ઘરમાંથી જંગી રોકડ રકમ મળી હોવાનું ધ્યાનમાં આવતા તેમની બદલી અલ્હાબાદ હાઈકોર્ટમાં કરી દેવામાં આવી હતી. તેમની 28 માર્ચે બદલી કરી દેવામાં આવી હતી અને તે સાથે જ તેમને અદાલતી કામગીરીથી અળગા રાખવામાં આવ્યા હતા.
#WATCH | Lok Sabha Speaker Om Birla announces a 3-member panel to probe allegations against High Court judge Justice Yashwant Varma.
He says, “The members of the Committee include Justice Arvind Kumar, Supreme Court Judge, Justice Maninder Mohan Srivastava, Chief Justice… pic.twitter.com/hKTt4PiZFt
— ANI (@ANI) August 12, 2025
રશિયન મહિલાએ જયપુરમાં “દેશ એવો વેશ” કહેવત સાર્થક કરી, રસ્તો કેવી રીતે ક્રોસ કર્યો, જુઓ વીડિયો
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માની કેશ કાંડ મામલે મુશ્કેલીઓ વધી રહી છે. તેમની વિરુદ્ધ લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ આજે મંગળવારે (12 ઓગસ્ટ) મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. માહિતી અનુસાર આ પ્રસ્તાવ પર કુલ 146 સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ સામેલ છે. લોકસભા સ્પીકરે એક તપાસ સમિતિ પણ બનાવી છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતિમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના એક-એક ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક કાયદાવિદને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. તપાસ સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી મહાભિયોગનો પ્રસ્તાવ બાકી રહેશે. સમિતિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર, કર્ણાટક હાઇકોર્ટના વરિષ્ઠ એડવોકેટ બી.બી. આચાર્ય અને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વર્ષે 14 માર્ચના રોજ જસ્ટિસ વર્માના સરકારી નિવાસસ્થાને આગ લાગી હતી. તે સમયે તેઓ દિલ્હી હાઇકોર્ટમાં હતા. માહિતી મળ્યા બાદ દિલ્હી ફાયર સર્વિસની ટીમ તેમના ઘરે પહોંચી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ ત્યારબાદ ચોંકાવનારું દૃશ્ય જોવા મળ્યું હતું. જસ્ટિસ વર્માના સ્ટોર રૂમમાંથી 500-500 રૂપિયાની બળેલી નોટોના બંડલ મળ્યા, જે બોરીમાં ભરીને રાખવામાં આવ્યા હતા.
હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે સંસદના બંને ગૃહમાંથી કોઈપણ એકમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય છે. મહાભિયોગ પ્રસ્તાવ સૌથી પહેલા રાજ્યસભાના સભાપતિ અથવા લોકસભા સ્પીકર સમક્ષ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રસ્તાવની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવે છે. તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને વિશિષ્ટ કાયદા નિષ્ણાતનો સમાવેશ કરવામાં આવે છે.












