મહિલા અનામત લાગુ થયા બાદ પુરુષ સાંસદોની સંખ્યા ઘટશે નહિ, પરંતુ વધશે, જાણો કેવી રીતે

National News: 2023માં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવા માટે એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જોકે મોદી સરકારે હવે 2029ની લોકસભા ચૂંટણીમાં તેનો અમલ કરવા માટે એક સુધારા બિલ રજૂ કર્યું છે. સરકારે મહિલા અનામત અને સીમાંકન સંબંધિત ત્રણ બિલ રજૂ કર્યા, જેના પર શુક્રવારે સાંજે 4 વાગ્યે મતદાન થવાનું છે. મહિલા અનામતના અમલીકરણ સાથે મહિલા સાંસદોની સંખ્યા વધવાની સાથે સાથે શું પુરુષો પણ પહેલા કરતા વધુ લોકસભામાં ચૂંટાઈને આવશે?
મોદી સરકારે હવે લોકસભામાં બેઠકો વધારવા માટે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. હાલમાં લોકસભામાં 543 બેઠકો છે, જે વધારીને 850 કરવામાં આવશે. સરકારે આ માટે બંધારણ બિલ પણ રજૂ કર્યું છે.
નારી શક્તિ વંદન સુધારા બિલ 2029 ની ચૂંટણીમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો પ્રયાસ કરશે. નારી શક્તિ કાયદો લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખે છે અને તેના અમલીકરણથી સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધશે. તેથ, પુરુષ સાંસદોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે પુરુષ સાંસદોની સંખ્યા પણ વધશે.
મહિલા સાંસદોની સંખ્યામાં વધારો
મોદી સરકારે 2011 ની વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કરીને આ અનામત લાગુ કરવા માટે સુધારા પ્રસ્તાવિત કર્યા છે. આનો હેતુ 2029 ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓ માટે અનામત લાગુ કરવાનો છે. આના પરિણામે 33 ટકા મહિલાઓ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં ચૂંટાશે.
મહિલા અનામતના અમલ પછી, લોકસભામાં 33 ટકા મહિલા સાંસદો હશે, કારણ કે કુલ 33 ટકા બેઠકો માટે ફક્ત મહિલાઓ જ ચૂંટણી લડશે. પરિણામે કુલ સાંસદોમાંથી 33 ટકા મહિલાઓ હશે. આનાથી સંસદીય અને વિધાનસભા બંનેમાં મહિલા પ્રતિનિધિત્વ વધશે, પરંતુ પુરુષોની સંખ્યા યથાવત રહેશે. હાલમાં લોકસભામાં 74 મહિલા સાંસદો છે, પરંતુ અનામત પછી આ સંખ્યા વધીને ઓછામાં ઓછી 283 થશે.
મહિલા અનામત અંગે એક ગેરસમજ છે કે સંસદમાં પુરુષ સાંસદોની સંખ્યા ઘટશે, પરંતુ તેમ થવાનું નથી. સરકારનો રોડમેપ વિન-વિન સિચ્યુએશન વાળો છે. સંસદમાં મહિલા સાંસદોની સંખ્યા ઐતિહાસિક દરે વધશે એટલું જ નહીં, પરંતુ પુરુષ સાંસદોની સંખ્યામાં પણ વધારો થશે.
નારી શક્તિ વંદન બિલ 2023માં સ્પષ્ટપણે જણાવાયું છે કે 2027ની વસ્તી ગણતરીના ડેટા ઉપલબ્ધ થયા પછી અને બેઠકોનું સીમાંકન પૂર્ણ થયા પછી તે અમલમાં આવશે. સરકારે વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને હવે સીમાંકન માટે એક બિલ રજૂ કર્યું છે. વધુમાં તેનો ઉદ્દેશ્ય સંસદીય બેઠકો વધારવાનો છે.
હાલમાં 543 લોકસભા બેઠકો છે, જેમાંથી 3 ખાલી છે તેથી 540 લોકસભા સાંસદો છે. તેમાં મહિલા સાંસદોની સંખ્યા 74 અને પુરૂષ સાંસદોની સંખ્યા 466 છે. આ રેશિયો મુજબ 13.6 ટકા મહિલા અને 86.6 ટકા પુરુષ સાંસદ છે. મહિલા આરક્ષણ લાગુ થવાની બેઠકોની સંખ્યા 543થી વધીને 850 થઈ જશે. તેમાં 33 ટકા મહિલા આરક્ષણના કારણે 283 મહિલાઓ માટે અનામત હશે. આ ઉપરાંત 567 બેઠકો પુરુષો કે પછી સામાન્ય વર્ગ માટે હશે.
આ પણ વાંચોઃ હોર્મુઝ તણાવ પર ભારતે રોકડું સંભળાવ્યું: વેપારી જહાજો પર હુમલો નહીં સહન કરીએ












