What a moment of pride! ભારતીય મહિલા ટીમે વિશ્વ કપ જીત્યો, જુઓ રાહુલ ગાંધીએ શું કહ્યું?

નવી દિલ્હી, 03 નવેમ્બર 2025: ભારતીય ક્રિકેટ ટીમે મહિલા વનડે વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીતી લીધો છે. રવિવારે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. અહીં ઉલ્લેખનિય છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમની આ જીત પર ભારત સહિત દુનિયાભરમાંથી અભિનંદનના મેસેજ મળી રહ્યા છે. આ દરમિયાન, કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મહિલા વનડે વર્લ્ડ કપ 2025 માં ભારતીય ટીમની જીત બદલ પ્રશંસા કરી અને તેને પ્રેરણાદાયક ગણાવી. રાહુલ ગાંધીએ કહ્યું, “આ એક ગર્વની ક્ષણ છે! આપણી મહિલા ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે અને લાખો દિલ જીતી લીધા છે. તમારી હિંમત, ધૈર્ય અને શાલીનતાએ ભારતને ગૌરવ અપાવ્યું છે અને અસંખ્ય છોકરીઓને નિર્ભયતાથી સ્વપ્ન જોવાની પ્રેરણા આપી છે.”
What a moment of pride! 💙
Our Women in Blue have made history and touched a billion hearts. Your courage, grit, and grace have brought glory to India and inspired countless young girls to dream fearlessly.
You didn’t just lift a trophy, you lifted a nation’s spirit.
Jai Hind!… pic.twitter.com/yXlxThsoHj
— Rahul Gandhi (@RahulGandhi) November 2, 2025
ભારતે મેચ 52 રનથી જીતી લીધી.
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા. તેના જવાબમાં, આફ્રિકન ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે ODI વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પોતાની પહેલી ICC ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો.
કોણે કેટલા રન બનાવ્યા?
સ્મૃતિ મંધાનાએ 58 બોલમાં 45 રન બનાવ્યા, જે ભારતની જીતમાં ફાળો આપે છે. શેફાલી વર્માએ 87 રન બનાવ્યા, જેમાં તેની ઇનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. જેમીમા 37 બોલમાં માત્ર 24 રન બનાવી શકી. કેપ્ટન હરમનપ્રીત કૌર 29 બોલમાં 20 રન બનાવ્યા બાદ બોલ્ડ થઈ ગઈ. અમનજોતે 14 બોલમાં 12 રન બનાવ્યા. રિચા ઘોષે 34 રન બનાવ્યા. દીપ્તિ શર્મા ૫૮ રને રન આઉટ થઈ ગઈ. બોલિંગની વાત કરીએ તો, ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ ૫ વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈંડિયા પર થયો રુપિયાનો વરસાદ, પ્રાઈઝ મનીમાં મળ્યા આટલા કરોડ












