ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં મહિલા આયોગ અધ્યક્ષ જ અસુરક્ષિત : સ્વાતિ માલિવાલને કારે 15 મીટર સુધી ઢસેડ્યા

દિલ્લી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ ને એક કાર ચાલકે 10 થી 15 મીટર સુધી ઢસેડ્યા. ઘટના દિલ્લી AIIMS પાસે બની હતી. પોલીસ ધ્વારા તાત્કાલિક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : પીએમ મોદીએ કર્ણાટકની જનતાને આપી 10 હજાર 800 કરોડની ભેટ

સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈ કાલે રાત્રે તેઓ દિલ્લી મહિલા સુરક્ષાની હાલતની તપાસ કરી રહ્યા હતા ત્યારે એક કારચાલકે નશા ની હાલતમાં તેમની જોડે છેડછાડ કરી, જ્યારે તેમણે તેને પકડ્યો તો કાર વિન્ડો ગ્લાસમાં તેમનો હાથ ફસાવી ગ્લાસ ઉપર ચઢાવી દઈ કાર ચાલકે તેમણે ઢસેડ્યા. જો ડેલહીમાં મહિલા આયોગ ના અધ્યક્ષ જ સુરક્ષિત નથી તો બીજું તમે વિચારી લેજો.

Back to top button