
Gujarat News : ઓનલાઈન પ્રેમજાળમાં ફસાવી છેતરપિંડી કર્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હૈદરાબાદથી આવેલી એક 36 વર્ષીય વિધવા મહિલાને મહેસાણાના રાહુલ પટેલે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું હતું. અને 19.91 લાખ રોકડા તથા 18 તૌલા સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
લગ્નની લાલચ આપી બાંધ્યા શારીરિક સંબંધ
સમગ્ર વિગત અનુસાર, હૈદરાબાદથી અમદાવાદમાં રહેવા આવેલી એક 36 વર્ષિય વિધવા મહિલા ફેસબુક પર સંપર્કમાં આવેલા યુવકની પ્રેમજાળમાં ફસાઈ હતી. આરોપીએ મહિલાને પોતાની પત્ની સાથે છૂટાછેટા થવાના છે તેવી માહિતી આપીને લગ્નની લાલચ આપીને અમદાવાદ બોલાવી હતી. જે બાદ તેને મહિલા સાથે અલગ- અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે બાદ ધંધામાં રોકામના બહાને મહિલા પાસેથી 19.91 લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીના પડાવી લીધા હતા. તેના ભાઈએ મહિલાના દાગીના ફાઈનાન્સ કંપનીમાં ગિરવે મૂકી પાછા આપ્યા ન હતા.
અચાનક મોબાઈલ બંધ કરી થયો ફરાર
મહિલાએ પોતાના દાગીના અને નાણાં પાછા માંગી લગ્ન કરવા દબાણ કર્યું હતું. ત્યારે મામલો રફાદફા કરવા આરોપી રાહુલે 18મે 2026ના પીડિતાને ઘી કાંટા કોર્ટમાં કોર્ટ મેરેજ કરવા માટે બોલાવી હતી. મહિલા લગ્નના કપડાં અને આશાઓ સાથે કોર્ટ પહોંચી હતી પરંતુ રાહુલ ત્યાંથી અચાનક પોતાનો મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે મહિલાએ છેતરપિંડીનો ખ્યાલ આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે માહિતીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : FIFA World Cup 2026 : ઈક્વાડોરને હરાવી મેક્સીકોએ 40 વર્ષમાં પ્રથમ વખત નોકઆઉટમાં મેચ જીતી












