ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટ્સ

કયો ફાસ્ટબોલર ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ નહીં રમે? સિરાજ કે બૂમરાહ? કોચનું ચોંકાવનારું નિવેદન  

એચડી ન્યૂઝ ડેસ્ક, 18 જુલાઇ 2025: Cricket Test Match એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અંગે ક્રિકેટ ટીમના કોચે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં સિરાજના રમવા અંગે ટીમ ઈન્ડિયાના કોચે મોટી વાત કહી છે. હવે શંકા એ છે કે સિરાજ અથવા બૂમરાહ કોણ નહીં રમે ચોથી ટેસ્ટ?

ચોથી મેચમાં પ્લેઈંગ-ઈલેવનમાંથી બહાર

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી મેચમાં પ્લેઈંગ-ઈલેવનમાંથી બહાર થઈ શકે છે. ટીમના કોચે આ સંકેત આપ્યો છે. તેમણે સિરાજ અંગે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે.  હાલમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ચોથી ટેસ્ટ મેચમાં રમવા પર શંકા છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચના આ નિવેદને ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. મોહમ્મદ સિરાજે ત્રણ ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ વિકેટ લીધી છે.

સિરાજના વર્કલોડ પર પણ ધ્યાન આપવું જોઈએ

ટીમ ઈન્ડિયા ૨૩ જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમશે. આ પહેલા ભારતના સહાયક કોચ રાયન ટેન ડોશેટે મોહમ્મદ સિરાજ વિશે મોટું નિવેદન આપ્યું છે. બેકનહામમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભલે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના વર્કલોડ વિશે ચર્ચા થઈ રહી હોય, પરંતુ દરેક વ્યક્તિએ મોહમ્મદ સિરાજના વર્કલોડ પર પણ ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો: આંદામાનમાં ક્રૂડનો ખજાનો! ONGCએ BP સાથે મિલાવ્યો હાથ, 20 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થાનું સ્વપ્ન

સિરાજ તેમજ બુમરાહના વર્કલોડનું સંકલન

તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડ પ્રવાસ એક લાંબો પ્રવાસ છે. તેથી, આપણે સિરાજ તેમજ બુમરાહના વર્કલોડનું સંકલન કરવું પડશે. આપણે ઘણીવાર ધારીએ છીએ કે સિરાજ જેવો બોલર હોવો એ સામાન્ય બાબત છે, પરંતુ સત્ય એ છે કે તેના જેવો બોલર હોવો આપણા માટે સૌભાગ્યની વાત છે.

બે વર્ષથી સતત ટેસ્ટ મેચ રમે છે

રાયન ટેન ડોશેટે કહ્યું કે ભલે સિરાજ દર વખતે વિકેટ લઈ શકતો નથી. દર વખતે જ્યારે તે બોલિંગ કરે છે, ત્યારે એવું લાગે છે કે કંઈક ખાસ થવાનું છે. સિરાજ ક્યારેય સખત મહેનત કરવાથી પાછળ નથી હટતો. તે ફિટ રહે અને સતત પોતાનું શ્રેષ્ઠ આપી શકે. મોહમ્મદ સિરાજ છેલ્લા બે વર્ષથી સતત ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

બોલિંગ કરવાના મામલે વિશ્વમાં ત્રીજા સ્થાને

મોહમ્મદ સિરાજ વર્ષ 2023 થી સતત ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 27 ટેસ્ટ મેચ રમી છે. મોહમ્મદ સિરાજ આમાંથી 24 મેચમાં ભાગ લીધો છે. આ બે વર્ષમાં, તે સૌથી વધુ ઓવર બોલિંગ કરવાના મામલે વિશ્વમાં ત્રીજા સ્થાને છે. તેણે વર્ષ 2023 થી 24 ટેસ્ટ મેચ રમી છે. તેની 44 ઇનિંગ્સમાં, તેણે 569.4 ઓવર બોલિંગ કરી છે અને 67 વિકેટ લીધી છે.

કોણ છે પ્રથમ બે ખેલાડી?

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ આ યાદીમાં ટોચ પર છે. તેણે 25 ટેસ્ટ મેચની 46 ઇનિંગ્સમાં 721.2 ઓવર બોલિંગ કરી છે. આ દરમિયાન, તેણે 99 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક બીજા સ્થાને છે. આ સમયગાળા દરમિયાન તેણે 25 ટેસ્ટ મેચ રમી છે.

આ પણ વાંચો:ભારતની તાકાતમાં વધુ વધારો, પૃથ્વી-II અને અગ્નિ-I બેલિસ્ટિક મિસાઇલોનું સફળ પરીક્ષણ કરાયું

આ પણ વાંચો:18 જુલાઈ, 2025: મીન રાશિ માટે આજનો દિવસ આર્થિક રીતે સારો રહેશે, તમે પૂરતા પૈસા કમાઈ શકશો

Back to top button