ટ્રેન્ડિંગનેશનલ

આસામના મંદિરમાં શું ફેંકાયું? ગોળી મારવાનો આકરો આદેશ?

અમદાવાદ, 13 જૂન 2025: Asam fire order by CM to antiestablishment આસામના ધુબરી જિલ્લામાં તાજેતરના સાંપ્રદાયિક તણાવ ઊભો થયો હતો અને તેમાં મુખ્યમંત્રીએ ગોળી મારવા સહિતના આદેશ આપ્યા છે. 8 જૂને ધુબરી શહેરમાં સ્થિતિ વણસી હતી.
આ વખતે બકરી ઈદ પર, કેટલાક અસામાજિક તત્વોએ ધુબરીના હનુમાન મંદિરમાં ગૌમાંસ ફેંકીને ઘૃણાસ્પદ અને નિંદનીય ગુનો છે તેમ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, એક ચોક્કસ વર્ગ આપણા મંદિરોને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી સક્રિય થયો છે, તેથી અમે પોલીસને ગેરકાયદેસર પ્રવૃત્તિ જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે.
હું આખી રાત હનુમાનમંદિરની રક્ષા કરીશ: સીએમ
‘આગામી બકરી ઈદ પર જરૂર પડશે તો હું પોતે આખી રાત હનુમાન બાબાના મંદિરની રક્ષા કરીશ’ એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું. ધુબરીમાં એક નવો બીફ માફિયા ઉભરી આવ્યો છે, જેણે ઈદ પહેલા હજારો પ્રાણીઓ ખરીદ્યા છે, તપાસ ચાલી રહી છે અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.
પવિત્ર સ્થળોને અપવિત્ર કરનારા તત્વો સામે પગલાં ભરો
હનુમાન મંદિરમાં બીફ ફેંકવાની ઘટના ક્યારેય ન બનવી જોઈતી હતી અને તેમાં સામેલ લોકોને છોડશે નહીં. “મેં ધુબરીની મુલાકાત લીધી હતી અને મંદિરો અને પવિત્ર સ્થળોને અપવિત્ર કરનારા તત્વો સામે પગલાં ભરવા સૂચના આપી હતી. અમે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા લાગુ કરવા અને તમામ સાંપ્રદાયિક શક્તિઓને હરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
એક ચોક્કસ વર્ગ નકારાત્મક વાતાવરણ માટે સક્રિય
તાજેતરમાં આસામ અને બાંગ્લાદેશ રાજ્યમાં કેટલાક રાજકીય ફેરફારો થયા છે. આ પછી, એક ચોક્કસ વર્ગ ઓનલાઈન અને અન્ય રીતે સક્રિય થઈ ગયો છે અને ધુબરીના હનુમાન મંદિરમાં બીફ ફેંકવાની ઘટના જેવું સુનિયોજિત નકારાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો: સ્વ. વિજયભાઈ રુપાણીના અંતિમ સંસ્કાર શનિવારેઃ અંજલિબેન રુપાણી કોને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા?

Back to top button