ટ્રેન્ડિંગનેશનલમીડિયા

જયદીપ અહલાવતની નેટવર્થ કેટલી છે? હરિયાણાના જાટ કેવી રીતે બન્યા ‘ધ ફેમિલી મેન’ના સ્ટાર?

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2026: બોલિવુડ અને ઓટીટીના જમાનામાં જયદીપ અહલાવતનું નામ એક્ટિંગની દુનિયામાં અલગ જ ઓળખ ધરાવે છે. તેઓ કોઈ પણ રોલમાં સરળતાથી ઢળી જાય છે અને તેમની અદ્ભુત અભિનયથી દર્શકોને હંમેશા આશ્ચર્યચકિત કરી દે છે. ‘પાતાલ લોક’માં ‘હથીરામ ચૌધરી’ના રોલથી તેઓ કરોડો લોકોના દિલમાં બસી ગયા છે. તાજેતરમાં ‘ધ ફેમિલી મેન 3’માં ‘રુક્મા’ના કિરદારથી પણ તેમણે ધૂમ મચાવી હતી.

આજે 8 ફેબ્રુઆરીએ જયદીપ અહલાવત પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે ચાલો જાણીએ તેમની સફળતાની કહાની અને તેમની નેટવર્થ વિશે.

હરિયાણાથી મુંબઈ સુધીની સફર હરિયાણાના ખરકારા ગામમાં જન્મેલા જયદીપ અહલાવત જાટ પરિવારમાંથી આવે છે. ફિલ્મોમાં પગ મૂકતા પહેલાં તેઓ ગામમાં ખેતરોમાં કામ કરતા હતા અને ગાયના છાણા પણ ભેગા કરતા હતા. કોલેજના દિવસોમાં તેમને એક્ટિંગનો શોખ લાગ્યો. ત્યારબાદ તેમણે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)માંથી એક્ટિંગનો કોર્સ પૂરો કર્યો.

બોલિવુડમાં પગ મૂક્યા પછી ઘણા ઓડિશનમાં રિજેક્શનનો સામનો કર્યો, પરંતુ ‘નર્મીન’ અને ‘આક્રોશ’ જેવી ફિલ્મોમાં નાના રોલથી શરૂઆત કરી. 2012માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં શાહિદ ખાનના રોલથી તેમને મોટી ઓળખ મળી.

આ ફિલ્મો અને સિરીઝથી મળી પહેચાણ જયદીપે વિવિધ પ્રકારના રોલ્સ નિભાવ્યા છે. ‘ખટ્ટા મીઠા’, ‘કમાન્ડો’, ‘ગબ્બર ઇઝ બેક’, ‘રઈસ’, ‘રાજી’, ‘બાગી 3’, ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘મહારાજ’, ‘જ્વેલ થીફ’ અને ‘ઇક્કીસ’ જેવી ફિલ્મોમાં તેમણે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે. ઓટીટી પર ‘પાતાલ લોક’ અને ‘ધ ફેમિલી મેન’ જેવી વેબ સિરીઝથી તેઓ સુપરસ્ટાર બની ગયા છે.

કેટલી છે નેટવર્થ? 2025ના અહેવાલ મુજબ (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને અન્ય મીડિયા સ્ત્રોતો પરથી), જયદીપ અહલાવતની નેટવર્થ આશરે 28 કરોડ રૂપિયા છે. ‘પાતાલ લોક સીઝન 1’માં તેમને લગભગ 40 લાખ રૂપિયા મળ્યા હતા, જ્યારે સીઝન 2 માટે તેમને 20 કરોડ રૂપિયાની ફી મળી હોવાના અહેવાલો છે (જો કે અભિનેતાએ આને મજાકમાં ઉડાવી દીધા હતા અને કહ્યું કે “આટલા પૈસા ક્યાં છે?”).

મુંબઈના અંધેરી વેસ્ટમાં પૂર્ણા અપાર્ટમેન્ટ્સમાં તેમનું 10 કરોડનું આલીશાન ઘર છે. તાજેતરમાં તેમણે બે લક્ઝરી ફ્લેટ્સ પણ ખરીદ્યા છે. તેઓ મોંઘી કારોના શોખીન છે અને તેમની પાસે 1.32 કરોડની મર્સિડીઝ-બેન્ઝ GLS SUV છે.

હરિયાણાના એક સામાન્ય જાટ પરિવારમાંથી આવેલા જયદીપ અહલાવતની આ સફળતા પ્રેરણાદાયી છે. તેમની મહેનત અને પ્રતિભાએ તેમને બોલિવુડ-ઓટીટીના ટોચના અભિનેતાઓમાં સ્થાન અપાવ્યું છે.

આ પણ વાંચો : ઝડપનો કહેર: પૂરપાટ આવતી કાર ટ્રાફિક સિગ્નલ સાથે અથડાઈ, ચાલક ફરાર

Back to top button