ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં ગોળીબાર કરનારા વ્યક્તિએ ગન પર આ શું લખ્યું? જાણો હુમલાખોરની વિગત

અમેરિકા, 28 ઓગસ્ટ 2025: બુધવારે અમેરિકાના મિનિયાપોલિસમાં એક સ્કૂલમાં થયેલા ગોળીબારમાં 2 બાળકોના અવસાન થયા હતા. આ સાથે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતે આત્મહત્યા કરી લીધી હતી, તેની પાસેથી મળેલી બંદૂક અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ સાથે, આ ઘટનાને અંજામ આપતા પહેલા, તેણે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જાહેર કર્યા હતા. મિનિયાપોલિસમાં ગોળીબાર કરનારા યુવકની બંદૂકો પર ‘ન્યુક ઈન્ડિયા’ અને ‘માશા અલ્લાહ’ લખેલા હતા. બંદૂક ચલાવનાર હુમલાખોરની ઓળખ રોબિન વેસ્ટમેન તરીકે થઈ છે. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, ઘટનાને અંજામ આપતા પહેલા હુમલાખોરે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો જાહેર કર્યા હતા.

બંદૂક પર ટ્રમ્પ વિશે પણ શબ્દો લખેલા હતા

મિનિયાપોલિસના ગોળીબાર કરનારની બંદૂકના મેગેઝિન પર યુએસ પ્રમુખ વિશે પણ શબ્દો લખેલા હતા. લખ્યું હતું કે ‘ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો’, આ સાથે ‘ઈઝરાયલનું પતન થવું જોઈએ’ જેવા મેસેજ પણ લખેલા હતા. મિનિયાપોલિસ હુમલાના કલાકો પહેલા જાહેર કરાયેલા વીડિયોમાં, કથિત શૂટર રોબિન વેસ્ટમેનના બંદૂક મેગેઝિન પર યહૂદી વિરોધી અને ટ્રમ્પ વિરોધી મેસેજ દેખાય છે. અહેવાલો અનુસાર, આ વીડિયો વેસ્ટનની યહૂદી-વિરોધી વિચારધારાને પણ ઉજાગર કરે છે, જેમાં તેના સાધનો પર યહૂદી-વિરોધી મેસેજ લખેલા છે અને તેની એક બંદૂક પર “ઇઝરાયલનું પતન થવું જોઈએ” લખેલું છે.

હુમલાખોરે પોતે જ આ વીડિયો બહાર પાડ્યો હતો
શાળાના વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરનાર શૂટરે હુમલા પહેલા કેટલાક વીડિયો બહાર પાડ્યા હતા. જે હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં, વેસ્ટમેન એક બંદૂક મેગેઝિન બતાવતો જોવા મળે છે, જેના પર “બાળકો માટે”, “ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો”, “તમારા ભગવાન ક્યાં છે?” જેવા શબ્દો લખેલા છે. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, કથિત વીડિયો હુમલાના થોડા કલાકો પહેલા રિલીઝ કરવામાં આવ્યા હતા. બીજા વીડિયોમાં હથિયારોનો જથ્થો જોવા મળે છે. તેમાં ઘણી રાઇફલ્સ અને એક શોટગન દેખાય છે.

બંદૂક પર એડમ લાન્ઝાનો પણ ઉલ્લેખ
હુમલાખોર દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં એડમ લાન્ઝાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એ જ વ્યક્તિ છે જેણે ડિસેમ્બર 2012 માં કનેક્ટિકટની સેન્ડી હૂક પ્રાથમિક શાળામાં આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 6 થી 8 વર્ષની વયના 20 બાળકો માર્યા ગયા હતા. આને અમેરિકન શાળાઓમાં અત્યાર સુધીની સૌથી ભયાનક ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. હવે તાજેતરની ગોળીબારની ઘટનામાં એડમ લાન્ઝાનો ઉલ્લેખ થયા બાદ તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

આ પણ વાંચો : વિદેશી છોકરાએ ‘એકદંતાય વક્રતુંડય’ ગીત ખૂબ જ સુંદર રીતે ગાયું, ભારતીયોના દિલ જીતી લીધા; વીડિયો વાયરલ થયો

Back to top button