ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાવધાન: ગુજરાતમાં આજે આટલા જિલ્લામાં વરસાદ બઘડાટી બોલાવશે, આ જિલ્લામાં તો યેલો એલર્ટ અપાયું

અમદાવાદ, 1 ઓક્ટોબર 2025: ગુજરાતમાં હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, બીજી તરફ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે ચોમાસાને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે, એ પ્રમાણે રાજ્યમાં આજે કેટલી જગ્યાએ વરસાદ થશે તેને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો, બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાનો છે.

જેમાં વિગતવાર વાત કરીએ તો, આજે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કર્યું છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં પણ યેલો એલર્ટ અપાયું છે. ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ જાહેર થયું છે. આ દરમ્યાન 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, વલસાડ, ભરૂચ, સુરત અને તાપીમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.

ગુજરાતમાં અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં 140.23 ટકા, નર્મદા ડેમમાં 97.32 ટકા તેમજ 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા જેટલા પાણી ભરાયા છે.

આ પણ વાંચો: અમેરિકામાં આજથી શટડાઉન, જાણો શું છે તેનો મતલબ અને કઈ કઈ સેવા પ્રભાવિત થશે?

Back to top button