
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં અચાનક હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 121 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. એક તરફ આ વરસાદે લોકોને ગરમીમાંથી રાહત આપી છે, તો બીજી તરફ ખેડૂતો માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

121 તાલુકામાં પોણા 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં 8 તાલુકામાં એક ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં અડધા ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વરસાદના આંકડા મુજબ અમરેલી જિલ્લાના બગસરામાં સૌથી વધુ 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે. ચોટીલામાં 1.54 ઈંચ, જ્યારે રાજકોટ અને ભેસાણમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપલેટા, ધોરાજી અને ઓખા જેવા વિસ્તારોમાં અંદાજે 0.79 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉપલેટા, ધોરાજી, ઓખામંડલ અને ભાભરમાં 0.79 ઇંચ વરસાદ નોંધાયો છે.જ્યારે સાવરકુંડલા અને ભાવનગરમાં 0.75 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના આશરે 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદ ચાલુ રહી શકે છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે અરવલ્લી, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

દાહોદ, છોટા ઉદેપુર અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અમરેલી અને કચ્છ વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. આ કમોસમી વરસાદને કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે, કારણ કે અનેક વિસ્તારોમાં લણણી માટે તૈયાર પાક ભીંજાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે.
આ પણ વાંચો: VIDEO: યુદ્ધમાં રિપોર્ટિંગ કરી રહેલા પત્રકારના માથા પરથી મોત હાથતાળી આપીને નીકળી ગયું












