Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

… તો SIR રદ કરી દઇશું, સુપ્રીમ કોર્ટે વોટર લિસ્ટ રિવિઝનની મુદ્દે સુનાવણી દરમિયાન કહી મોટી વાત

નવી દિલ્હી: 11 નવેમ્બર, 2025: Supreme Court: સુપ્રીમ કોર્ટે મંગળવારે (11 નવેમ્બર) તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ પુનરીક્ષણ પ્રક્રિયા (Special Intensive Revision – SIR) સંબંધિત કેસની સુનાવણી કરી. કોર્ટે ચૂંટણી પંચ (ECI)ને નોટિસ જારી કરીને જવાબ આપવા જણાવ્યું છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે SIR પ્રક્રિયાનો વિરોધ કરનારાઓ પર ટિપ્પણી કરતા પૂછ્યું કે, “તમે લોકો SIR પ્રક્રિયાને લઈને આટલા આશંકિત કેમ છો? તમે લોકો એવું દર્શાવી રહ્યા છો કે જાણે દેશમાં પ્રથમ વખત મતદાર યાદીનું રિવિઝન કરવામાં આવી રહ્યું હોય. તમારી આશંકાઓનો જવાબ ચૂંટણી પંચ આપશે.”

‘સમયમર્યાદા અવ્યવહારુ છે’: કપિલ સિબ્બલ

અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી કે, ચૂંટણી પંચ દ્વારા SIR માટે નક્કી કરાયેલી સમયમર્યાદા અવ્યવહારુ છે.

સિબ્બલે કહ્યું કે, “લાખો ફોર્મને પ્રકાશન પહેલાં ડિજિટાઇઝ કરવું શક્ય નથી. આ રીતે આખી પ્રક્રિયા માત્ર એક દેખાવ બની જશે. અમે સમજી શકતા નથી કે આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી રહી છે. SIRનું કામ એક મહિનામાં પૂરું ન થઈ શકે. બંગાળની સ્થિતિ તો વધુ ખરાબ છે, ત્યાં ન 5G છે, ન 4G, ક્યાંક તો કનેક્ટિવિટી જ નથી.”

જસ્ટિસ સૂર્યકાંતનો જવાબ:

જસ્ટિસ સૂર્યકાંતે સિબ્બલની દલીલ પર કહ્યું કે, દરેક વ્યક્તિ યથાસ્થિતિ જાળવી રાખવા માંગે છે. તમે લોકો એવું દર્શાવવા માંગો છો કે જાણે દેશમાં પહેલીવાર મતદાર યાદી તૈયાર થઈ રહી હોય.”

જોકે, બાદમાં સિબ્બલે ભારપૂર્વક કહ્યું કે, પહેલાં આ પ્રક્રિયા ત્રણ વર્ષમાં પૂરી થતી હતી, પરંતુ હવે એક મહિનામાં કરવાનું કહેવાઈ રહ્યું છે, જેનાથી લાખો મતદારોના નામ યાદીમાંથી બહાર થઈ શકે છે.

કોર્ટે અંતમાં કહ્યું કે, “તમે લોકો તમારું જવાબરૂપી સોગંદનામું દાખલ કરો. અમે તમામ અરજીઓમાં નોટિસ જારી કરી દીધી છે. જો અમે સંતુષ્ટ થયા કે પ્રક્રિયા અનુચિત છે, તો અમે તેને રદ કરી દઈશું.”

સર્ચેબલ ફોર્મેટમાં વોટર લિસ્ટ આપવાની માંગ

સુપ્રીમ કોર્ટે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની અરજી પર પણ ચૂંટણી પંચને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. ADRએ માંગ કરી છે કે, મતદાર યાદીને મશીન-રીડેબલ અને સર્ચ કરી શકાય તેવા ફોર્મેટમાં જારી કરવી જોઈએ અને ડેટાનું ડુપ્લિકેશન શોધવા માટે સોફ્ટવેરનો ઉપયોગ થવો જોઈએ.

પ્રશાંત ભૂષણનો આરોપ:

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો કે 2003માં જ્યારે SIR થયું હતું, ત્યારે મતદાર યાદી ઉપલબ્ધ કરાવાઈ હતી, પરંતુ હવે ચૂંટણી પંચ પારદર્શિતાથી બચી રહ્યું છે.

ડેટાની ગોપનીયતાનો મુદ્દો:

જસ્ટિસ સૂર્યકાંતે સવાલ કર્યો કે શું આ માંગ ડેટાની ગોપનીયતા અને નિજતા સાથે જોડાયેલી અગાઉના ચુકાદાઓ સાથે સુસંગત છે? જસ્ટિસ જોયમાલા બાગચીએ કહ્યું કે, “આ મામલો ભારતીય નાગરિકોના સામૂહિક ડેટાની સુરક્ષા અને નિજતા સાથે જોડાયેલો છે. ચૂંટણી પંચ પાસે ડેટાની પ્રાઇવસી સુનિશ્ચિત કરવાના ઉપાયો કરવાનો અધિકાર છે. આ મામલે સંભવિત જોખમો અને ડેટા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચૂંટણી પંચને પહેલાં જવાબ આપવા દો.”

આ પણ વાંચોઃ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાઇઝીરીયન ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી; બેંક એકાઉન્ટ ભાડે લઈ આ રીતે કરતા સાયબર ઠગાઈ

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં ચાર્લી કિર્કની પત્ની એરિકાને ચુંબન કર્યું, વીડિયો થઈ રહ્યો છે ઝડપથી વાયરલ

 

Back to top button