અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

અમદાવાદ પ્લેનક્રેશમાં બચેલા એક માત્ર મુસાફર વિશ્વાસનો બીજો અવિશ્વસનીય વીડિયો જુઓ

અમદાવાદ 16 જૂન 2025: 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી લોકોને આઘાત લાગ્યો હતો. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં 242 લોકો સવાર હતા. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, વિશ્વાસ કુમાર રમેશ આ વિમાન દુર્ઘટનામાં બચી ગયા હતા.

આ દરમિયાન, સોશિયલ મીડિયા પર વિશ્વાસ કુમાર રમેશનો એક વીડિયો વાયરલ થયો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે ક્રેશ થયા પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. વિશ્વાસ કુમાર રમેશ વિમાનમાં થયેલા વિસ્ફોટમાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે. જે કોઈ ચમત્કારથી ઓછું નથી.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

વિશ્વાસ કુમાર રમેશ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા

૧૨ જૂનના રોજ, એર ઈન્ડિયાની AI171 ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. ટેકઓફ કર્યાના થોડા સમય પછી, આ વિમાન ક્રેશ થયું હતુ. વિશ્વાસ કુમાર રમેશ આ વિમાનમાં તેમના ભાઈ સાથે મુસાફરી કરી રહ્યા હતા. જોકે, આ ભયાનક અકસ્માતમાં તેમનો જીવ બચી ગયો હતો. તેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન, તેમનો એક નવો વીડિયો સામે આવ્યો છે જે લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. કારણ કે આ દરમિયાન તેમના હાથમાં એક મોબાઈલ પણ જોવા મળે છે. જે લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

વિશ્વાસ કુમાર રમેશે નજરે જોયેલ દ્રશ્ય વર્ણવ્યું

જ્યારે વિશ્વાસ કુમાર રમેશને પૂછવામાં આવ્યું કે તે વિમાન દુર્ઘટનામાં કેવી રીતે બચી ગયો, ત્યારે તેણે પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે મારી સીટ જ્યાં હતી તે ભાગ કદાચ બિલ્ડિંગ સાથે અથડાઈ ગયો હશે. વિમાનના ઉપરના ભાગમાં આગ લાગતાની સાથે જ લોકો ત્યાં જ ફસાઈ ગયા. જોકે, હું મારી સીટ પરથી નીચે પડી ગયો. હું કોઈક રીતે ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો છુ.

વિમાન દુર્ઘટનાના દ્રશ્યનું વર્ણન કરતા વિશ્વાસ કુમાર રમેશે કહ્યું કે મારી નજર સામે જ બે એર હોસ્ટેસ, એક કાકા અને બીજું બધું બળી રહ્યું હતું. આ અકસ્માતમાં વિશ્વાસ કુમાર રમેશનો હાથ પણ બળ્યો છે. જોકે, તે આ અકસ્માતમાં બચી ગયો છે.

આ પણ વાંચો: અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસું પ્રવેશ્યું, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Back to top button