ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

7 મેના રોજ યુદ્ધ સાયરન વાગશે: જાણો તેણે કઈ રીતે ઓળખવી અને શું કરવું?

નવી દિલ્હી, 6 મે 2025: 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકારને સતર્ક કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. War sirens will sound on May 7 યુદ્ધની શક્યતાઓ વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને લોકોને યુદ્ધના સાયરનને ઓળખવાનું શીખવવા અને આવી પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે જાગૃતિ લાવવા માટે સાયરન વગાડવાનો આદેશ આપ્યો છે. 7 મેના રોજ દેશભરના 244 ઓળખાયેલા જિલ્લાઓમાં મોટા પાયે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યુદ્ધ જેવી કટોકટી, ખાસ કરીને હવાઈ હુમલા અથવા અન્ય હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર કરવાનો છે. આ કવાયત નાગરિકોને સલામતીના પગલાં, સ્થળાંતર પ્રક્રિયાઓ અને કટોકટી પ્રતિભાવ અંગે તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

જો તમને 7 મેના રોજ અચાનક જોરથી અને ડરામણી સાયરન સંભળાય, તો ગભરાશો નહીં. આ કોઈ કટોકટીની પરિસ્થિતિ નથી, પરંતુ એક મોક ડ્રીલ છે, એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયારી કરવાની કવાયત. આ સમય દરમિયાન ‘યુદ્ધ સાયરન’ વાગશે જે લોકોને યુદ્ધ કે હવાઈ હુમલા જેવી પરિસ્થિતિમાં શું કરવું તે જણાવશે. આજે મુંબઈના દાદરમાં એન્ટોની ડી’સિલ્વા હાઈસ્કૂલમાં સાયરન વગાડીને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. આ દરમિયાન થોડા સમય માટે યુદ્ધનો સાયરન વાગતો રહ્યો. તેવી જ રીતે, શ્રીનગરના દાલ તળાવમાં મોકડ્રીલની તૈયારીઓ કરવામાં આવી હતી. ૧૯૭૧ના યુદ્ધ પછી આ પહેલી વાર છે જ્યારે ભારત સરકારે આવી મોક ડ્રીલનો આદેશ આપ્યો છે.

જાણો સાયરન કેમ વગાડવામાં આવે છે
યુદ્ધ દરમિયાન જ્યારે યુદ્ધનો સાયરન વાગે છે, ત્યારે તેના ઘણા અર્થ થાય છે. ઉદાહરણ તરીકે, હવાઈ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વગાડવામાં આવે છે. આ ઉપરાંત, આ સાયરન વાયુસેના સાથે રેડિયો સંપર્ક સક્રિય કરવા, હુમલા દરમિયાન નાગરિક સંરક્ષણની તૈયારી ચકાસવા, હુમલા દરમિયાન બ્લેકઆઉટ કસરતો માટે અને કંટ્રોલ રૂમની તૈયારી તપાસવા માટે વગાડવામાં આવે છે.

યુદ્ધનો સાયરન વાગે તો શું કરવું?
યુદ્ધનો સાયરન વાગે તો સૌ પ્રથમ સલામત સ્થળોએ જાઓ અને પોતાને બચાવો. ૫ થી ૧૦ મિનિટમાં સલામત સ્થળે પહોંચી જાઓ. જો સાયરન વાગે તો બિલકુલ ગભરાશો નહીં. સાયરન વાગતાની સાથે જ ખુલ્લા વિસ્તારોથી દૂર જાઓ. ટીવી અને રેડિયો પર આવતા ચેતવણીઓ ધ્યાનથી સાંભળો.

યુદ્ધના સાયરનને કેવી રીતે ઓળખવી?
યુદ્ધ દરમિયાન વાગનાર યુદ્ધ સાયરન 2 થી 5 કિમી દૂર સુધી સંભળાશે. યુદ્ધનો સાયરન સામાન્ય એલાર્મ જેવો હશે પણ એમ્બ્યુલન્સના સાયરનથી અલગ હશે. આ એક મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ હશે જે 120-140 ડેસિબલ સુધી અવાજ કરે છે. તેનો હેતુ હુમલા પહેલા હવાઈ હુમલા વિશે માહિતી આપવાનો રહેશે.

આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટ પર પક્ષી એન્જિનમાં ઘૂસી ગયું, કલાકો સુધી મુસાફરો હેરાન થયા

Back to top button