વોલ્વો કાર્સ ખર્ચ ઘટાડવા 3000 લોકોની કરશે છટણી

સ્વીડન, 27 મે, 2025: સ્વીડન સ્થિત વોલ્વો કાર્સે ખર્ચમાં ઘટાડો કરવાના કાર્યક્રમ હેઠળ 3000 જેટલી પોસ્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ મોટર વાહન ઉદ્યોગમાં વ્યાપારીક તણાવ અને તેના પરિણામે ઉત્પન્ન થયેલી આર્થિક અનિશ્ચિતતાને કારણે સંભવિત પડકારોનો જોતા આ નિર્ણય લીધો છે. કંપનીએ ગઇકારે કહ્યુ હતુ કે સ્વીડનમાંથી આશરે 1,200 જેટલી રોજગારી પર કાપ મુકાશે, વર્તમાનમાં સલાહકારોના પોસ્ટથી ભરેલી 1,000 જેટલ જગ્યાઓને પણ રદ કરવામાં આવશે. જેમાં મોટા ભાગની છટણી સ્વીડનમાં થશે.
અમે મજબૂત અને અત્યંત સાનુકૂળ વોલ્વો કાર્સ બનાવી રહ્યા છીએઃ સીઇઓ
બાકીની નોકરીઓ વૈશ્વિક બજારોમાં ખતમ કરવામાં આવશે. જે નોકરીઓમાં કાપ મુકવામાં આવ્યો છે તેમાં મોટા ભાગના ઓફિસ કર્મચારીઓ છે. વોલ્વો કાર્સના અધ્યક્ષ અને સીઇઓ હાકન સેમ્યુલ્સને જણાવ્યુ હતુ કે “આજે જાહેર કરાયેલ નિર્ણય કઠિન છે, પરતુ અમે એક મજબૂત અને સાનુકૂળ વોલ્વો કાર્સનું ઉત્પાદન કરી રહ્યા હોવાથી તેના માટે મહત્ત્વપૂર્ણ પગલું છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે “ઓટોમોટિવ ઉદ્યોગ એક પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેનો સામનો કરવા માટે, આપણે આપણા રોકડ પ્રવાહમાં સુધારો કરવો પડશે અને માળખાકીય રીતે આપણા ખર્ચમાં ઘટાડો કરવો પડશે.” ચીની કંપની ગીલીની માલિકીની આ કંપનીમાં 42,600 પૂર્ણ-કાલીન કર્મચારીઓ છે.
તાજેતરના વર્ષોમાં કાર ઉત્પાદક કંપનીઓના પડકારો વધ્યા છે
તાજેતરના વર્ષોમાં વિશ્વભરના કાર ઉત્પાદકો ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. આના મુખ્ય કારણોમાં કાચા માલની વધતી કિંમત, યુરોપિયન કાર બજારમાં ઘટાડો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયાતી કાર અને સ્ટીલ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે તેનો સમાવેશ થાય છે. વોલ્વો કાર્સનું મુખ્ય મથક અને ઉત્પાદન વિકાસ કાર્યાલય ગોથેનબર્ગ, સ્વીડનમાં છે અને તે બેલ્જિયમ, દક્ષિણ કેરોલિના અને ચીનમાં કાર અને એસયુવીનું ઉત્પાદન કરે છે.
આ પણ વાંચોઃ રાકેશ ગંગવાલ અને તેમનો પરિવાર ઇન્ડિગોમાં 3.4 ટકા હિસ્સેદારી વેચી શકે છે, 6831 કરોડમાં સોદો થયો હોવાનો દાવો












