ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાયુટિલીટી

રાકેશ ગંગવાલ અને તેમનો પરિવાર ઇન્ડિગોમાં 3.4 ટકા હિસ્સેદારી વેચી શકે છે, 6831 કરોડમાં સોદો થયો હોવાનો દાવો

નવી દિલ્હી, 27 મે, 2025: ઇંટરગ્લોબ એવિયેશનના સંસ્થાપકોમાંના એક રાકેશ ગંગવાલ અને તેમના પારીવારિક ટ્રસ્ટ ઇન્ડિગો એરલાઇનમાં ઓછામાં ઓછા 6,831 કરોડ રૂપિયાના મુલ્યની 3.4 ટકા હિસ્સેદારી વેચી શકે છે. આ સોદો આજે થઇ શકે છે. ઇન્ડિગોની સહ-સ્થાપક ગંગવાલ, સહ સ્થાપક રાહુલ ભાટીયા સાથે તીવ્ર મતભેદોને પગલે તેઓ આ હિસ્સેદારી વેચી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગંગવાલ સિવાય ચિન્કરપુ ફેમિલી ટ્રસ્ટ, જેમના ટ્રસ્ટી શોભા ગંગવાલ અને ડેલાવેરની જેપી મોર્ગન ટ્રસ્ટ કંપની છે તેઓ દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં 3.4 ટકા હિસ્સો વેચશે. તેમણે કહ્યુ કે રોકાણ બેન્કિંગ કંપની ગોલ્ડમેન સૈક્સ (ઇન્ડિયા)સિક્યોરિટીઝ પ્રાયવેટ લિમીટેડ, મોર્ગન સ્ટેન્લી ઇન્ડિયા કંપની અને જેપી મોર્ગન હિસ્સા વેચાણ માટે પ્લેટમેન્ટ એજન્ટ છે.

ગંગવાલ અને પરિવાર ટ્રસ્ટ હાલમાં આટલો હિસ્સો

ગંગવાલ અને પરિવાર ટ્રસ્ટ હાલમાં ઇન્ડિગોમાં સંયુક્ત રૂપે લગભગ 13.5 ટકા હિસ્સો ધરાવે છે. પીટીઆઈને મળેલી ટર્મ શીટ અનુસાર, 27 મેના રોજ અમલમાં મુકાયેલા પ્રસ્તાવિત વ્યવહાર હેઠળ, 1.32 કરોડ ઇક્વિટી શેર પ્રતિ શેર રૂ. 5,175ના ફ્લોર ભાવે વેચવામાં આવશે. સોમવારે કંપનીના શેર પ્રતિ શેર રૂ. 5,420 પર બંધ થયા હતા. વેચાણ કિંમત ફ્લોર પ્રાઈસ કરતા 4.5 ટકા ઓછી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 13.2 મિલિયન શેર કંપનીમાં લગભગ 3.4 ટકા હિસ્સો રજૂ કરશે અને ફ્લોર પ્રાઈસના આધારે, ઓફરનું કદ લગભગ 803 મિલિયન ડોલર અથવા રૂ. 6,831 કરોડ હશે.

આ પણ વાંચોઃ MSMEમાં મધ્યમ સાહસોનું ફક્ત 0.3 ટકા યોગદાન, નીતિ આયોગે ગણાવ્યા 7 મોટા પડકારો

Back to top button