ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

શું આગામી વર્ષે બંધ થઇ જશે વોડાફોન આઇડીયા કંપની! સરકાર પાસે માંગી મદદ

નવી દિલ્હી, 17 મે, 2025: ટેલિકોમ કંપની વોડાફોન આઇડીયાએ સરકાર પાસે મોટી માંગ કરી છે. કંપનીએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને કહ્યુ છે કે જો સરકાર AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) પર સમયસર મદદ નહીં કરે તો નાણાંકીય વર્ષ 2026 બાદ તેને કામ કરવું મુશ્કેલ બની જશે. કંપની ભારતમાંથી પોતાનું કામકાજ પરણ સમેટી લે તેવી પણ શક્યતા ઊભી થઇ છે.

કંપનીએ ડીઓટીને 17 એપ્રિલ 2025ના રોજ એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે સરકાર પાસે મદદ માંગી હતી. જેમાં જમાવ્યું હતુ કે મદદ વિના પરિસ્થિતિ હાથમાંથી નીકળી જશે. એટલે કે સરકારી મદદ નહી મળે તો કંપની માટે પરતગીનો કોઇ રસ્તો રહેશે નહી.

બેંકમાંથી લોન નહીં મળે

VILના સીઇઓ અક્ષય મુન્દ્રાએ DoT સચિવને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે AGR પર સરકાર તરફથી સમયસર સહાય વિના, VIL નાણાકીય વર્ષ 26 પછી કાર્ય કરી શકશે નહીં. કારણ કે બેંક ભંડોળ અંગેની વાતચીત પણ આગળ વધી શકશે નહીં. આનો અર્થ એ થયો કે જો સરકાર AGRના મામલે તાત્કાલિક મદદ નહીં કરે, તો બેંકો કંપનીને લોન નહીં આપે અને કંપનીનું કામકાજ ઠપ્પ થઈ જશે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે

સુપ્રીમ કોર્ટે વોડાફોન આઈડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. કંપનીએ લગભગ 30,000 કરોડ રૂપિયાના AGR બાકી રકમ માફ કરવાની માંગ કરી છે.

ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ટેલિકોમ કંપની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની સુનાવણી કરી હતી. તેમણે કહ્યું કે આ મામલાની તાત્કાલિક સુનાવણીની જરૂર છે. ખંડપીઠ દ્વારા 19 મેના રોજ અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે.

કંપની પાસે કયા વિકલ્પો છે?

વોડાફોન આઈડિયાના મતે, જો સરકાર મદદ નહીં કરે અને VIL AGR બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો કંપનીએ NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જે એક લાંબી પ્રક્રિયા હશે.

કંપનીએ કહ્યું કે આવી સ્થિતિમાં, નેટવર્ક અને સ્પેક્ટ્રમ જેવી સંપત્તિઓનું મૂલ્ય ઘટશે અને સેવાઓ પણ થોડા સમય માટે ખોરવાઈ જશે. VIL એ કહ્યું કે જો આવું થશે, તો લગભગ 20 કરોડ વપરાશકર્તાઓ પ્રભાવિત થશે અને તેમને અન્ય કંપનીઓ તરફ જવું પડશે. કંપનીનું કહેવું છે કે સમયસર મદદ મળવાથી સામાન્ય જનતા અને ભારતીય અર્થતંત્રને ફાયદો થશે.

આ પણ વાંચોઃ સિંગટેલએ ભારતી એરટેલમાંનો 1.2 ટકા હિસ્સો 1.54 અબજ ડોલરમાં વેચ્યો

Back to top button