Health: તડકો લેવા છતાં રહે છે વિટામિન Dની ઉણપ?, જાણો કારણ અને ઉપાય

Health Tips: ભારત જેવા સૂર્યપ્રકાશથી ભરપૂર દેશમાં પણ મોટી સંખ્યામાં લોકો વિટામિન Dની ઉણપથી પીડાઈ રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં લોકો સૂર્યપ્રકાશનો સહારો લઈ રહ્યા છે છતાં બ્લડ ટેસ્ટમાં વિટામિન Dની ઉણપ રહે છે. એક્સપર્ટના જણાવ્યાનુસાર, માત્ર તડકો લેવો પૂરતો નથી, પણ શરીર તેનું શોષણ (Absorption) કેવી રીતે કરે છે તે મહત્ત્વનું છે.
તડકો લેવા છતાં વિટામિન D કેમ નથી વધતું?
ડૉક્ટરના જણાવ્યા મુજબ, શરીરમાં મેગ્નેશિયમની ઉણપ આ માટેનું મુખ્ય કારણ છે. વિટામિન Dને સક્રિય કરવા માટે લીવર અને કિડનીમાં જે એન્ઝાઇમ્સ કામ કરે છે, તેમને મેગ્નેશિયમની જરૂર હોય છે. આ ઉપરાંત, વધુ પડતો સનસ્ક્રીનનો ઉપયોગ, આખું શરીર કપડાથી ઢાંકેલું રાખવું, ખોટા સમયે તડકામાં બેસવું કે ડાયટમાં હેલ્ધી ફેટની ઉણપ જેવા કારણો પણ વિટામિન D ના શોષણને અટકાવે છે. ડાર્ક સ્કીન ધરાવતા લોકો અને મેદસ્વી વ્યક્તિઓમાં પણ આ પ્રક્રિયા ધીમી હોય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કેવી રીતે સુધારો કરવો?
વિટામિન Dના લેવલને સુધારવા માટે માત્ર સપ્લીમેન્ટ્સ નહીં પણ જીવનશૈલીમાં ફેરફાર જરૂરી છે:
મેગ્નેશિયમયુક્ત ખોરાક: આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, નટ્સ અને સીડ્સનો સમાવેશ કરો.
તડકાનો સાચો સમય: વિટામિન D ના નિર્માણ માટે સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધીનો તડકો સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે.
જંક ફૂડથી દૂર રહો: પ્રોસેસ્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ શરીરમાં પોષક તત્વોના શોષણમાં અવરોધ ઉભો કરે છે.
આ પણ વાંચોઃ શું AI તમારી જાસૂસી કરે છે? ડેટા લીકથી બચવા માટે અપનાવો આ સ્માર્ટ ટિપ્સ
આ પણ વાંચોઃ એકપણ પોલીસ કેસ નહીં, એકપણ ચૂંટણી નહીં, ગીરનું નગડીયા ગામ છે સમરસતાનું જીવંત ઉદાહરણ
Disclaimer: હેલ્થને લગતા અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. હેલ્થના આર્ટિકલ વાંચકોની જાગૃતિના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ આપતું નથી. તમારી હેલ્થ બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ લેવી. humdekhenge.in આ માટે જવાબદાર રહેશે નહીં.












