ટ્રેન્ડિંગમનોરંજન
‘કટ’ કહ્યા પછી પણ એક્ટરે કિસ કરવાનું શરૂ રાખ્યું! એક્ટ્રેસે આઘાતમાં પોતાને મેકઅપ રૂમમાં લોક કરી અને…

Vinod Khanna Dimple Kapadia : બોલિવૂડમાં શૂટિંગ દરમિયાન બનતી ઘટનાઓ ઘણીવાર દાયકાઓ પછી પણ ચર્ચાનો વિષય બનતી હોય છે. આવો જ એક વિવાદાસ્પદ કિસ્સો ફિલ્મ ‘પ્રેમ ધર્મ’ (Prem Dharam) ના સેટ પરથી સામે આવ્યો હતો, જેમાં દિવંગત એક્ટર વિનોદ ખન્ના અને એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા સંકળાયેલા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટે ‘કટ’ કહ્યા પછી પણ વિનોદ ખન્નાએ એક ઇન્ટિમેટ સીનના શૂટિંગ દરમિયાન ડિમ્પલ કાપડિયાને કિસ કરવાનું અને પકડી રાખવાનું ચાલુ રાખ્યું હતું. આ ઘટનાથી ડિમ્પલ કાપડિયા ભારે આઘાતમાં સરી પડ્યા હતા અને અત્યંત ગુસ્સે થયા હતા, જેના કારણે સેટ પર હાજર ક્રૂ મેમ્બર્સે વચ્ચે પડવું પડ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
‘કટ’ કહ્યા બાદ પણ એક્ટર અટક્યા નહીં
અહેવાલો અનુસાર, ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ વિનોદ ખન્નાએ ડિમ્પલ કાપડિયાને ભેટીને કિસ કરવાની હતી. પરંતુ શૂટિંગ દરમિયાન સ્થિતિ ત્યારે વણસી જ્યારે ડિરેક્ટરે ‘કટ’ બોલ્યા પછી પણ એક્ટર તુરંત અટક્યા નહીં. સેટ પર શૂટિંગ જોઈ રહેલા ક્રૂ મેમ્બર્સ અને મહેશ ભટ્ટે તરત જ બંને પાસે પહોંચીને તેમને અલગ કર્યા હતા.
ડિમ્પલ આઘાતમાં સરી પડ્યા, મેકઅપ રૂમમાં પોતાને લોક કરી દીધા
આ ઘટનાથી ડિમ્પલ કાપડિયા સ્તબ્ધ થઈ ગયા હતા. અહેવાલો મુજબ, આ ઘટના બનતાની સાથે જ તેઓ સેટ પરથી સીધા પોતાના મેકઅપ રૂમમાં જતા રહ્યા હતા અને અંદરથી દરવાજો લોક કરી દીધો હતો. આ ઘટના બાદ તેમણે સેટ પરના લોકો સાથે વાતચીત કરવાનું પણ ખૂબ ઓછું કરી દીધું હતું. બાદમાં ડાયરેક્ટર મહેશ ભટ્ટે વિનોદ ખન્ના સાથે એકાંતમાં વાત કરી હતી અને આ મામલે સ્પષ્ટતા આપીને ડિમ્પલ કાપડિયાની માફી માગવા કહ્યું હતું.
આ પણ વાંચોઃ વલસાડના કપરાડામાં આચાર્યનો આપઘાત: ઓનલાઈન કામ અને BLOના અતિશય ભારણથી તંગ આવી ગળેફાંસો ખાધો
‘પ્રેમ ધર્મ’ ફિલ્મના શૂટિંગ સમયનો કિસ્સો
આ ઘટના ‘પ્રેમ ધર્મ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન બની હોવાનું કહેવાય છે, જેમાં હેમા માલિની પણ મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ શકી નહોતી, પરંતુ તેના શૂટિંગ સાથે જોડાયેલા આ કિસ્સાની ચર્ચા વર્ષો સુધી થતી રહી છે.
ઓશોના આશ્રમથી પાછા ફર્યા બાદ બોલિવૂડમાં કમબેક કર્યું હતું
ઉલ્લેખનીય છે કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે વિનોદ ખન્ના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધા બાદ બોલિવૂડમાં કમબેક કરી રહ્યા હતા. પોતાની કારકિર્દીના પીક પોઇન્ટ પર વિનોદ ખન્નાએ એક્ટિંગ છોડી દીધી હતી અને આધ્યાત્મિક ગુરુ રજનીશ (ઓશો) ના આશ્રમમાં સમય વિતાવ્યો હતો. વર્ષો સુધી સક્રિય સિનેમાથી દૂર રહ્યા બાદ તેમણે ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.












