ટ્રેન્ડિંગમનોરંજન

OTT પર ફેલાશે વિજય દેવરકોંડાનું સામ્રાજ્ય, જાણો Kingdom ક્યારે અને ક્યાં થશે રિલીઝ?

  • કિંગડમનું દિગ્દર્શન ગૌતમ તિન્નનુરી દ્વારા કરવામાં આવ્યું છે, જે 31 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી

HD ન્યુઝ ડેસ્કઃ દર્શકોમાં ઓટીટીનો ક્રેઝ વધી રહ્યો છે. થિયેટરમાં રિલીઝ થયા પછી કેટલાક દર્શકો OTT પર ફિલ્મો જોવા માટે રાહ જુએ છે. તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે વિજય દેવેરાકોંડાની પાવરપેક્ડ એક્શન-થ્રિલર ફિલ્મ Kingdom ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.

આ દિવસે OTT પર આવશે Kingdom

કિંગડમનું દિગ્દર્શન ગૌતમ તિન્નનુરી દ્વારા કરવામાં આવ્યું છે, જે 31 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હિન્દીમાં આ ફિલ્મનું નામ ‘સામ્રાજ્ય’ રાખવામાં આવ્યું છે. વિજય દેવરકોંડા આ ફિલ્મમાં સત્યદેવ, ભાગ્યશ્રી બોરસે અને વેંકિટેશ સાથે મુખ્ય ભૂમિકામાં છે. હવે તમે આ સપ્તાહના અંતે OTT પર આ તેલુગુ એક્શન સ્પાય થ્રિલર ફિલ્મનો આનંદ માણી શકો છો. આ ફિલ્મ 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના અવસર પર નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

અનેક ભાષામાં ઉપલબ્ધ

તમે તેને નેટફ્લિક્સ પર ઘણી ભાષાઓમાં જોઈ શકશો. નેટફ્લિક્સ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરતા લખ્યું છે કે સોના, લોહી અને આગના રાજ્યમાં… રાખમાંથી એક નવો રાજા ઉગે છે. આ ફિલ્મ તેલુગુ ઉપરાંત તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં પણ ઉપલબ્ધ થશે.

ફિલ્મની વાર્તા શું છે?

Kingdom એક સસ્પેન્સફુલ સ્પાય ડ્રામા ફિલ્મ છે, જેમાં વિજય દેવેરાકોંડા સુરીની ભૂમિકા ભજવે છે, જે એક કોન્સ્ટેબલમાંથી જાસૂસ બને છે. સુરી તેના ખોવાયેલા ભાઈ શિવ (સત્યદેવ) ની શોધમાં શ્રીલંકા જાય છે અને ત્યાં તેનો સામનો એક ખતરનાક કાર્ટેલ રાજા ઓડિઅપ્પનના પુત્ર મુરુગન (વેંકિટેશ) સાથે થાય છે. ડૉ. મધુ (ભાગ્યશ્રી બોરસે), જે પાછળથી સુરીના પ્રેમમાં પડે છે, તેને આ મિશનમાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ મંદિરના પવિત્ર તળાવમાં વ્લોગર જાસ્મીન જાફરે પગ ધોયા, રીલ બનાવી; ફરિયાદ દાખલ

Back to top button