VIDEO: અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ, ત્રણ બાળકો સહિત 29ના મોત, અનેક ઘાયલ

તમિલનાડુ, 27 સપ્ટેમ્બર, 2025: તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ થતાં અનેક લોકો ઘાયલ થયા છે. આ રેલીનું આયોજન તમિલગા વેટ્ટી કઝગમના નેતા અને અભિનેતા વિજય દ્વારા કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન અચાનક ભાગદોડ મચી ગઈ. 20 થી વધુ લોકો બેભાન થઈ ગયા હોવાના અહેવાલ છે, ત્રણ બાળકો સહિત 29ના મોત, જેમાંથી પાંચની હાલત ગંભીર છે, તમામ ઘાયલોની કરુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

VIDEO | Tamil Nadu: Stampede-like situation was witnessed, and many persons, including a few children, fainted in Karur as a massive crowd gathered for TVK chief and actor Vijay’s speech.
The fainted persons were rushed to nearby hospitals in ambulances, and some of them are… pic.twitter.com/DFGH1oH0BI
— Press Trust of India (@PTI_News) September 27, 2025
તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને કહ્યું કે કરુરથી આવી રહેલા સમાચાર ચિંતાજનક છે. બે મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્ય ઘાયલોને મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જિલ્લા કલેક્ટરને ભીડમાં ફસાઈને બેહોશ થઈ ગયેલા અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે તેમણે પડોશી તિરુચિરાપલ્લી જિલ્લાના મંત્રીને પણ યુદ્ધના ધોરણે તમામ જરૂરી સહાય પૂરી પાડવા સૂચના આપી છે. વધુમાં, તેમણે એડીજીપી સાથે વાત કરી છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. તેમણે જનતાને ડોકટરો અને પોલીસને સહયોગ આપવા વિનંતી કરી છે.
આ પણ વાંચો:VIDEO -“કેટલાક લોકોને શાંતિ પસંદ નથી, તહેવાર આવતાની સાથે જ તેમને ગરમી લાગવા લાગે છે”- CM યોગી












